નવસારી: કોરોનાની વૈશ્વિક મહામારીમાં મોદી સરકારે લોકડાઉન જાહેર કરતા જ શાળાઓ બંધ થઇ છે, જેને કારણે બાળકોને દોઢ મહિનાનું વેકેશન પાડવા સાથે જ અભ્યાસ અને વાર્ષિક પરીક્ષાઓને પણ અસર થઇ છે. તે દરમિયાન લોકડાઉનના સમયમાં બાળકોનો અભ્યાસ બગડે નહિ એ હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગે સ્ટડી ફોર્મ હોમના કોન્સેપ્ટથી પરિવારનો માળો, સલામત અને હુંફાળો શીર્ષક હેઠળ રોજ અભ્યાસને લગતુ સાહિત્ય ઓનલાઈનના માધ્યમથી બાળકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ શિક્ષકો દ્વારા પણ સોશ્યિલ મીડિયાના માધ્યમથી બાળકોને મોબાઈલમાં વિષય અનુરૂપ સોફ્ટ કોપીઓ મોકલી, અભ્યાસને ગતિ આપવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામોના ગરીબ અને આદિવાસી બાળકોની સ્થિતિ કફોડી બની છે. કારણ કે, ના તો એમની પાસે ટીવી છે કે ના મોબાઈલ ફોન જેથી આવા બાળકો પણ અભ્યાસથી વંચિત ન રહે એ માટે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે અનોખી પહેલ કરી છે.
સ્ટડી ફ્રોમ હોમ, ગરીબ બાળકોને શૈક્ષણિક સાહિત્ય ઘરે પહોંચાડી કરાવાઈ રહ્યો છે અભ્યાસ - coronavirus india news
કોરોનાથી બચવા જાહેર લોકડાઉનમાં શાળાઓ બંધ છે, જોકે બંધ શાળાઓને કારણે બાળકોનું શિક્ષણ અટકી ન પડે એ હેતૂથી સ્ટડી ફ્રોમ હોમ કોન્સેપ્ટ સાથે બાળકોને ઓન લાઈન ભણાવવાનું શરૂ કરાયુ છે. જેમાં મોબાઈલ ફોન પર પણ સોશ્યિલ મીડિયાના માધ્યમથી સોફ્ટ કોપી વિદ્યાર્થીઓને અપાય છે, પરંતુ મોબાઇલ કે ટીવી પણ ન હોય એવા ગરીબ વિદ્યાર્થીઓને વિષયાનુસાર હાર્ડ કોપી આપી એમના અભ્યાસની દરકાર નવસારી શિક્ષણ વિભાગે કરી છે.
navsari
મોદી સરકાર ડીજીટલ ભારતને પ્રોત્સાહન આપી રહી છે, જ્યાં ગામડાઓમાં ડીજીટલ ક્લાસો શરૂ કર્યા છે, ત્યાં આજે પણ ગામડાઓનો ગરીબ ટીવી કે, મોબાઈલ વગરનો છે. ત્યારે કોરોનાના કપરા કાળમાં નવસારીના શિક્ષકોની અનોખી પહેલ ગરીબ વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં મદદરૂપ થઇ રહી છે.