- આગામી 4 વર્ષ માટે કારોબારી સભ્ય તરીકે સર્વાનુમતે થઇ નિમણુંક
- ડૉ. મયુર વિવિધ રમતગમત સંગઠનો સાથે પણ જોડાયેલા છે
નવસારી : ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસીએશનની સામાન્ય સભા ઝૂમ મીટીંગ દ્વારા ઓનલાઈન મળી હતી. જેમાં ગુજરાત રાજ્ય અને નવસારી જીલ્લાના વિવિધ રમતગમત મંડળોમાં જોડાયેલા અને નારણલાલા કોલેજ, નવસારી ખાતે શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. મયુર પટેલ, જે વર્ષોથી એસોસીએશન સાથે સંકળાયેલા છે, એમની સતત ત્રીજીવાર ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશનમાં કારોબારી સમિતિના સભ્ય તરીકે ચાર વર્ષ માટે સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત આસિસ્ટન્ટ ડિસ્ટ્રીક્ટ જજ સુંદરરાજન શાહ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના નિરિક્ષક તરીકે સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી મોનલ ચોક્સી પણ હાજર રહ્યા હતા.