ગુજરાત

gujarat

By

Published : Oct 5, 2022, 6:09 PM IST

ETV Bharat / state

દિવ્યાંગ બાળકોએ પણ નોરતાના ગરબાની મોજ માણી

નવલા નોરતામાં દરેક લોકો ખૂબ આનંદ માણ્યો હતો. એવામાં સોસાયટીઓ જ નહીં દિવ્યાંગોએ (Divyang Navratri Garba) પણ ગરબાની મોજ માણી હતી. ગરબામાં દિવ્યાંગ બાળકોને આનંદ કરતા જોઈને વાલીઓ સહિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. દિવ્યાંગ બાળકોનો પણ એક અલગ અંદાજ જોવા મળ્યો હતો. નવસારીમાં વાડીમાં દિવ્યાંગો માટે એક ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં દિવ્યાંગ બાળકો (Gujarat Garba 2022) ખુશુખશાલ જોવા મળ્યા છે.

દિવ્યાંગ બાળકોએ પણ નોરતાના ગરબાની મોજ માણી
દિવ્યાંગ બાળકોએ પણ નોરતાના ગરબાની મોજ માણી

નવસારી:નવસારી ખાતે વહીવટી તંત્ર દ્વારા 100 થી વધુ દિવ્યાંગ બાળકો માટે અનોખી (Divyang Navratri Garba) નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકો પોતાના અનોખા અંદાજમાં ગરબે ઘૂમતા સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર ગુજરાત નવરાત્રીના રંગમાં (Gujarat Garba 2022) રંગાયું હતુ. ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય તમામ જગ્યાએ નાનાથી લઈને મોટા લોકો પણ ગરબે ઘૂમવા માટે થનગનતા જોવા મળ્યા છે.

દિવ્યાંગ બાળકોએ પણ નોરતાના ગરબાની મોજ માણી

અનોખુ આયોજનઃઅનેક પ્રકારના ગરબાનું આયોજન સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું હોય ત્યારે નવરાત્રીના રંગમાં દિવ્યાંગ બાળકો પણ રંગાઈને પોતાના અલગ અંદાજમાં ગરબે ઘુમ્યા હતા. નવસારી જિલ્લામાં એલ આઈ ડી યુનિટ દ્વારા નવસારી નજીક આવેલા ખડસુપા ગામ ખાતે આવેલી કોળી પટેલ વાડીમાં ખાતે જિલ્લાના 100થી વધુ દિવ્યાંગ બાળકો નિખાલસતાથી ગરબા રમી શકે તેના માટેનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિતઃ જ્યારે ગરબાના તાલ શરૂ થયા ત્યારે દિવ્યાંગ બાળકો પોતાના અલગ અંદાજમાં ગરબે ઘુમ્યા હતા બાળકોને રમતા જોઈ વાલીઓ તેમજ ગરબા જોવા આવેલા લોકો મંત્રમુગ્ધ થયા હતા દિવ્યાંગ બાળકો સાથે એમના વાલીઓ અને શિક્ષકો પણ ગરબે ઘુમ્યા હતા અને માતાજીની આરાધના પણ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details