સમગ્ર દક્ષિણ ગુજરાત બાગાયાતી પાકો ખેડુતો માટે આશીર્વાદરુપ છે. પરંતુ, બાગાયાતી પાકો નિષ્ફળ જાય તો કોઈ સુરક્ષા કવચ ખેડુતોને મળતુ નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત નવસારી જિલ્લામા પીયત ડાંગરને વીમા કવચ અપાયુ છે. જેનુ પ્રિમીયમ 340 રુપિયા પ્રતિ હેકટર નક્કી કરાયુ છે.
દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોને વીમા કવચ ન મળતા ખેડુતોમાં નારાજગી - દક્ષિણ ગુજરાત
નવસારીઃ પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના થકી ખેડુતોને અતિવૃષ્ટી અને અનાવૃષ્ટી તથા કુદરતી આફતો વખતે ખેતીના નુકશાન સામે રક્ષણ આપે છે. પરંતુ, દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત અને વલસાડ જિલ્લાઓના મુખ્ય ગણાતા બાગાયાતી પાકોને વીમા કવચ ન મળતા ખેડુતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પ્રવર્તી રહી છે.
પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનામાં બધા જ પાકોને સમાવાયા નથી. કેરી સહિતના બાગાયતી પાકોનો સમાવેશ વીમા યોજનામાં કરાયો નથી. નવસારી જિલ્લામાં કેટલાક વર્ષોમાં બાગાયતી પાકોની ખેતીનું પ્રમાણ વધ્યુ છે. અંદાજે 40 હજાર હેક્ટરથી વધુ જમીનમાં આ પાક લેવાય છે. જેમાં 30 હજાર હેક્ટરમાં તો કેરી લેવાય છે. જેથી બાગાયતી પાકોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ ન મળતાં ખેડૂતો નારાજ છે. ખેતીના પાકો માટે વીમા સંરક્ષણ ખેડૂતોને મળે તે માટે સરકારે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ જાહેર કરી છે. આ યોજના અંતર્ગત સરકારે નોટીફાઈડ કરેલા ખેતીના પાકોને વીમા સંરક્ષણ આપવામાં આવે છે. અહીંના નવસારી જિલ્લામાં પણ આ યોજના અમલી છે, જોકે હજુ સુધી જિલ્લામાં યોજનાનો લાભ ખુબ ઓછા ખેડૂતોને થયો છે. તેનું એક કારણ નોટિફાઈડ કરેલા પાકો છે. જોકે, ડાંગર (પિયત) અને ડાંગર (બિનપિયત), તુવેર અને અડદનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.