ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ આયોજિત નમક સત્યાગ્રહ પદયાત્રાનો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળના સહમંત્રી રાકેશ શેટ્ટીએ ગાંધીજીની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી મટવાડ ગામથી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
દાંડી યાત્રાને 89 વર્ષ પુર્ણ, કોંગ્રેસે મટવાડ ગામથી દાંડી યાત્રાનું કર્યુ આયોજન - navsari
નવસારી: ગાંધીજીએ પોતાના અનુયાયીઓ સાથે સાબરમતી આશ્રમથી પગપાળા ચાલીને નવસારી જિલ્લાના દાંડી ગામે મીઠાના કાળા કાયદાનો ભંગ કર્યો હતો અને સવિનય કાનુનભંગની લડતની શરુઆત કરી હતી. જે ઐતિહાસિક દાંડી યાત્રાને શનિવારના રોજ 89 વર્ષ પુર્ણ થયા છે.
12 માર્ચ 1930માં ઉપાડેલ ઝુંબેશએ દેશમાં ક્રાંતિ સર્જી હતી. જેના મહાત્મા ગાંધીએ અંગ્રેજોએ લગાવેલા કરના વિરોધમાં સાબરમતી આશ્રમથી પગપાળા દાંડી યાત્રા શરુ કરી હતી. જે 6 એપ્રિલના રોજ નવસારીના દાંડીગામે આવી પહોંચી હતી.ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને અંગ્રજી સલ્તનતને લુણો લગાવ્યો હતો.જે ઐતિહાસિક દિવસની યાદમાંગુજરાતપ્રદેશ કોગ્રેસ સેવાદળ દ્વારાદર 6 એપ્રિલે મટવાડ ગામેથી પગપાળા દાંડીયાત્રા કરીને ગાંધીના બલિદાનને યાદ કરે છે.
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સેવાદળ દ્વારા નવસારી જિલ્લાના મટવાડ ગામથી 7કિલોમિટર લાંબીયાત્રા ગાધીજીની ઐતિહાસિક દાંડીકૂચયાત્રાને તાજીકરવા માટે યોજમવામા આવી હતી.જેમા કોંગ્રેસ અને સેવાદળનાકાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આપગપાળા યાત્રામાંકોંગ્રેસનાગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ,ઓલ ઇન્ડિયા કોંગ્રસ સેવાદળના સહમંત્રી રાકેશ શેટ્ટીએસેવાદળનાં અતુલભાઈ પટેલ, યોગેશ પટેલ અને બિપિન રાઠોડ સાથે સેવાદળ અને કોંગી કાર્યકરો ઉપસ્થિત રહીદાંડી ખાતે ગાંધી પ્રતિમાને સુતર આટી અને પુષ્પ અર્પણ કરી ગાંધી વંદના સાથે ગાંધી જીવનના સંદેશને જીવનમંત્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.