નવસારીઃ નવસારી જિલ્લામાં બીજી લહેર બાદ નવેમ્બરથી કોરોનાના કેસ (Corona Update in Gujarat) વધી રહ્યા છે. જેમાં ડિસેમ્બરના બે અઠવાડિયામાં જ જિલ્લામાં 43 લોકો કોરોના પોઝિટીવ (Corona Positive cases in Navsari)થયા છે. જ્યારે આજે વધુ 5 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાં ખેરગામ તાલુકાની દત્ત આશ્રમ શાળાનો 13 વર્ષીય વિદ્યાર્થી અને 15 વર્ષીય વિદ્યાર્થીની કોરોના પોઝિટીવ (Cororna Positive Students) આવ્યા છે.
100 થી વધુ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા સાથે આશ્રમ શાળામાં 100 થી વધુ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ ચીખલી તાલુકાની ઘેકટી પ્રાથમિક શાળાનો 12 વર્ષીય વિદ્યાર્થી કોરોના પોઝિટીવ (Corona Update in Gujarat) આવતા તેના વર્ગના વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ (Cororna Positive Students) કરવામાં આવ્યા છે. સાથે જ શાળાના વર્ગને પાંચ દિવસ સુધી બંધ રાખવાની સુચના આરોગ્ય વિભાગે આપી છે. આ સાથે જ ગણદેવી તાલુકાની 60 વર્ષીય વૃદ્ધા અને 30 વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત થતા જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 35 પર (Corona Positive cases in Navsari)પહોંચી છે.