ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona Cases In Navsari : નવસારીની ટાંકલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સહિત 4 કોરોના પોઝિટીવ

રાજ્યમાં બીજી લહેર બાદ કોરોનાના કેસમાં ધટાડો(Corona Cases Update) જોવા મળી રહ્યો હતો. જેને લઈને સરકારે કોરોનાની ગાઈડલાઈન અનુસાર શિક્ષણ ક્ષેત્રને છુટ આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે વડોદરામાં બે વિધાર્થી કોરોના પોઝિટીવ સામેે આવ્યા બાદ ફરી નવસારીની(Corona Cases In Navsari) ટાંકલ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી સહિત 4 લોકો કોરોના સંક્રમિત થયું હોવાનું સામે આવી રહ્યું છે.

Corona Cases In Navsari : નવસારીની ટાંકલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સહિત 4 કોરોના પોઝિટીવ
Corona Cases In Navsari : નવસારીની ટાંકલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સહિત 4 કોરોના પોઝિટીવ

By

Published : Dec 23, 2021, 7:34 AM IST

નવસારી : નવસારી જિલ્લામાં સતત કોરોનાના કેસમાં(Corona Cases In Navsari) વધારો થઇ રહ્યો છે. ત્યારે નવસારીની ટાંકલ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી(Corona Cases Navsari Schools) સહિત 4 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેની સામે 6 કોરોના દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા જિલ્લામાં એક્ટિવ કોરોના(Corona Cases Active in Navsari)દર્દીઓની સંખ્યા ઘટીને 30 પર પહોંચી છે.

નવસારીમાં 21 દિવસોમાં 67 લોકો કોરોના સંક્રમિત

નવસારી જિલ્લામાં છેલ્લા બે મહિનાઓથી સતત કોરોનાના કેસ(Corona Cases Update)વધી રહ્યા છે. જેમાં 21મી ડિસેમ્બરના રોજ જિલ્લામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે કુલ 67 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાંથી ફરી નવસારીના ચીખલી તાલુકાના મીણકચ્છ ગામનો રહેવાસી અને ચીખલીની ટાંકલ પ્રાથમિક શાળાનો 12 વર્ષીય વિદ્યાર્થી કોરોના પોઝિટીવ(Corona Cases in Gujarat) આવ્યો છે.

નવસારીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 30

આ ઉપરાંત નવસારીના કબીલપોર વિસ્તારની પુષ્પવિહાર સોસાયટીનાં 69 વર્ષીય વૃદ્ધ, ગણદેવીના આંતલિયા ગામના 38 વર્ષીય મહિલા અને ચીખલીના નોગામા ગામના 55 વર્ષીય આધેડ મહિલા પણ કોરોના સંક્રમિત થયા છે. જેની સામે એકી સાથે ત્રણ મહિલા અને ત્રણ પુરૂષો મળી કુલ 6 કોરોના દર્દીઓએ કોરોનાને હરાવતા સાજા થયા છે. જયારે જિલ્લામાં વર્તમાન એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 30 પર પહોંચી છે.

ડિસેમ્બર મહિનામાં 49 કોરોના દર્દીઓ સાજા થયા

નવસારી જિલ્લામાં કોરોના અટકવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે ડિસેમ્બર મહિનામાં રોજના સરેરાશ 3લોકો કોરોનાનો ભોગ બની ગયા છે, જેને કારણે 21મી ડિસેમ્બરના રોજ કુલ 67 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેની સામે કોરોનાને હંફાવી, સાજા થનારા દર્દીઓની સંખ્યા 49 થઇ છે. જયારે ડિસેમ્બર મહિનામાં જ એક વૃદ્ધને કોરોના ભરખી ગયો છે.

આ પણ વાંચોઃ Omicron Variant In Gujarat: અમદાવાદમાં ઓમિક્રોનના એક સાથે 5 કેસો આવતા તંત્રની ઊંઘ ઊડી

આ પણ વાંચોઃ Corona Cases In Surat: સુરતમાં 200 દિવસ બાદ નોંધાયું કોવિડથી અવસાન, વધુ 16 કેસ આવ્યા

ABOUT THE AUTHOR

...view details