ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં કોરોનામાં પ્રજાને પડતી હાલાકી પર કોંગ્રેસનો સરકાર સામે વિરોધ - નવસારી પાલિકા બહાર વિરોધ

કોરોનાની કપરી પરિસ્થિતિને કારણે સરકાર સામે નવસારી કોંગ્રેસે નવસારી-વિજલપોર પાલિકાની સામે વિરોધના સુર તેજ કર્યા હતા. આ બાબતે કોંગ્રેસે કહ્યું હતું કે, કોરોનામાં પ્રજાને આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ રહેલી સરકાર રાજીનામું આપે અથવા સર્વ દલીય બેઠક બોલાવી કોરોના સામે લડવાની રણનીતિ નક્કી કરે એવી માંગણી કોંગી નેતાઓએ કરી હતી.

નવસારીમાં કોરોનામાં પ્રજાને પડતી હાલાકી પર કોંગ્રેસનો સરકાર સામે વિરોધ
નવસારીમાં કોરોનામાં પ્રજાને પડતી હાલાકી પર કોંગ્રેસનો સરકાર સામે વિરોધ

By

Published : May 9, 2021, 6:12 PM IST

  • શહેર કોંગ્રેસ દ્વારા નવસારી-વિજલપોર પાલિકા બહાર કરવામાં આવ્યો વિરોધ
  • ઓછું વેક્સિનેશન, ખાનગી હોસ્પિટલોના લાખોના બીલ સામે નોંધાવ્યો વિરોધ
  • કોંગ્રેસી આગેવાનોએ સરકાર અને કલેકટર સામે ઉઠાવ્યા સવાલો

નવસારી: જિલ્લામાં કોરોનાના કેસો સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે, બીજી બીજુ સરકાર દ્વારા જાહેર કરાયેલા વેક્સિનેશન કાર્યક્રમોમાં વેક્સિનનો પુરતો જથ્થો મળતો નથી. આ ઉપરાંત, ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓએ લાખો રૂપિયાના બીલો ભરવા પડે છે. લોકોને પડતી હાલાકી દૂર કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે અને કલેક્ટરના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો ન હોવાના આક્ષેપો સાથે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા નવસારી પાલિકા બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

નવસારીમાં કોરોનામાં પ્રજાને પડતી હાલાકી પર કોંગ્રેસનો સરકાર સામે વિરોધ

આ પણ વાંચો:નવસારી કોરોના અપડેટ: 216 કોરોના પોઝિટિવ નોંધાયા

કોરોનામાં નિષ્ફળ રહેલી સરકાર રાજીનામું આપેની માંગ

નવસારી જિલ્લામાં સતત વધતા કોરોના સંક્રમણમાં પ્રજાને પડતી હાલાકીના નિરાકરણની માંગ સાથે આજે રવિવારે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા નવસારી-વિજલપોર નગરપાલિકા બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસીઓના વિરોધમાં વેક્સિન કાર્યક્રમોમાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવવા, ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને થતાં લાખોના બીલો તેમજ ઓછા ટેસ્ટિંગ સામે કોંગ્રેસે પ્લે કાર્ડ દ્વારા સવાલો ઉઠાવ્યા હતા.

નવસારીમાં કોરોનામાં પ્રજાને પડતી હાલાકી પર કોંગ્રેસનો સરકાર સામે વિરોધ

આ પણ વાંચો:કોરોના કહેર : એપ્રિલમાં 108 એમ્બ્યુલન્સે 1200 કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા

આર્થિક બદહાલી વેઠતા લોકોનો અવાજ બનવા કોંગ્રેસનો વિરોધ

કોરોનામાં પ્રજાને આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ રહેલી સરકાર રાજીનામું આપે અથવા સર્વ દલીય બેઠક બોલાવી કોરોના સામે લડવાની રણનીતિ નક્કી કરે એવી માંગણી કોંગી નેતાઓએ કરી હતી. આ સાથે, નવસારી જિલ્લા કલેક્ટરના બહેરા કાને નવસારીની પ્રજાનો આવાજ સંભળાતો ન હોવાના આક્ષેપો પણ લગાવ્યા હતા. વધુમાં હ્યું હતું કે, કોરોના કાળમાં રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ હોવાથી રાજકીય કાર્યક્રમ નહીં પણ કોરોનામાં આર્થિક બદહાલી વેઠતા લોકોનો અવાજ બનવા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને આગળ પણ જલદ કાર્યક્રમ આપવાની ચેતવણી આપી હતી.
દિપક બારોટ, કોંગી આગેવાન, નવસારી

ABOUT THE AUTHOR

...view details