ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં મહેસુલ મેળાનો પ્રારંભ: જમીન સંપાદન વળતરમાં કૌભાંડ મેં શોધ્યુ છે - રાજેન્દ્ર ત્રિવેદી - Revenue Minister Rajendra Trivedi

વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વેમાં જમીન સંપદાનના વળતર મુદ્દે થયેલા કરોડોના કૌભાંડને મેં શોધ્યુ હોવાનો દાવો નવસારીમાં મહેસુલ મેળાનો પ્રારંભ (Commencement of revenue fair in Navsari) કરવા પહોંચેલા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો હતો.

નવસારીમાં મહેસુલ મેળાનો પ્રારંભ: જમીન સંપાદન વળતરમાં કૌભાંડ મેં શોધ્યુ છે - રાજેન્દ્ર ત્રિવેદી
નવસારીમાં મહેસુલ મેળાનો પ્રારંભ: જમીન સંપાદન વળતરમાં કૌભાંડ મેં શોધ્યુ છે - રાજેન્દ્ર ત્રિવેદી

By

Published : Feb 10, 2022, 5:27 PM IST

નવસારી : ગુજરાતમાં પ્રથમવાર નવસારીથી મહેસુલ મેળાનો પ્રારંભ (Commencement of revenue fair in Navsari) મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Revenue Minister Rajendra Trivedi)દ્વારા કરવામાં આવ્યો છે, સાથે જ 14 અધિકારીઓની ટીમ સાથે મહેસુલ મેળામાં ઉપસ્થિત રહી, તમામ પ્રશ્નોના ઉકેલ લાવવાનો પ્રયાસ કરવાની આશા સેવી હતી. મહેસુલ પ્રધાન કાર્યક્રમ સ્થળ પર પહોંચવા પૂર્વે નવસારી સર્કિટ હાઉસ ખાતે વકીલો અને ભાજપી આગેવાનોને મળ્યા હતા.

નવસારીમાં મહેસુલ મેળાનો પ્રારંભ: જમીન સંપાદન વળતરમાં કૌભાંડ મેં શોધ્યુ છે - રાજેન્દ્ર ત્રિવેદી

આ પણ વાંચો:હવે ગમે ત્યારે કલેક્ટર ઓફિસે પડશે સરકારની રેડ, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની મહત્વની જાહેરાત

મહેસુલ વિભાગના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ

પત્રકારો સાથે વાત કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ કે, નવસારી અને વલસાડ સાથે મારે વિશેષ લગાવ છે. 44 વર્ષોથી વકીલાત માટે આ બંને જિલ્લાઓમાં આવતો રહ્યો છું. મહેસુલ વિભાગના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ આવે અને સરકારની આવકમાં પણ વધારો થાય એવા અભિગમ સાથે મહેસુલ મેળા કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત નવસારીથી કરી રહ્યા છે. 14 અધિકારીઓની ટીમ સાથે આવ્યો છું અને આખો દિવસ હું પોતે લોકોના પ્રશ્નોને સાંભળીશ અને તે જ સ્થળ પર તેનો નિકાલ થાય એવા પ્રયાસો અમારા રહેશે. જમીન સંપાદનના વળતરમાં થયેલી ફરિયાદો મુદ્દે ફરિયાદો મેં શોધી છે, કોઈ વિરોધપક્ષે નથી કરી. આ મારી જવાબદારી છે, કોઈના રૂપિયા ખોટી ન થાય, બપોરે અમારી પોલીસ વડા સાથે બેઠક પણ રાખી છે.

આ પણ વાંચો:ખેડામાં મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ યોજી Jan Ashirvad Yatra, કહ્યું- કોંગ્રેસ પાસે આક્ષેપબાજી કર્યા સિવાય કંઈ કામ નથી

વડોદરાના પ્રમુખ મુકેશ પટેલે કરેલા ટ્વીટ મુદ્દે જવાબ

વડોદરાના અને ક્રેડાઈના પ્રમુખ મુકેશ પટેલ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ મુદ્દે તેમણે જવાબ આપ્યો કે, એ ઘણો નાનો માણસ છે, એને જવાબ આપવો યોગ્ય નથી, પોતાના અંગત સ્વાર્થ ખાતર આવા આક્ષેપ કરતો હશેની વાત સાથે મુદ્દો ટાળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details