- બાળ મજુરીને નાથવા નવસારીની દ્રષ્ટિનો ફુગ્ગા વેચતો વીડિયો વાયરલ
- નાનકડી દ્રષ્ટિ જયસ્વાલે બાળ મજુરી કરતી બાળા બની સમાજને મેસેજ આપવાનો કર્યો પ્રયાસ
- દ્રષ્ટિના મોનો એક્ટ દ્વારા સમાજમાં બાળ મજૂરી કરતા બાળકોનું બાળપણ સવારવાનો સંદેશ
નવસારી: સમાજમાં મજબૂરી બાળકોને પણ રસ્તા ઉપર વિવિધ વસ્તુઓ વેચવા કે અન્યત્ર મજૂરી કરવા મજબૂર કરી દે છે. ત્યારે બાળ મજુરી નિષેધ દિવસે નવસારીની નાનકડી દ્રષ્ટિ જયસ્વાલનો ફુગ્ગા વેચનારી બાળા બની, બાળકોના બાળપણને સાચવવા અને બાળકો મરજીથી નહીં, પણ મજબૂરીમાં મજૂરી કરતા હોવાનો સંદેશ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્રષ્ટિએ પોતાના મોનો એક્ટ દ્વારા સમાજને બાળ મજૂરી સામે ઝંઝોડવાનો પ્રયાસ કર્યો હતો.
ગરીબી અને મજબૂરી સમાજમાં નાના બાળકોને પણ મજૂરી કરવા માટે મજબૂર કરી દે છે
ગરીબી અને મજબૂરી સમાજમાં નાના બાળકોને પણ મજૂરી કરવા માટે મજબૂર કરી દે છે. શહેર અને ગામડાઓમાં ભીખ માંગતા બાળકો કરતા મજૂરી કરતા બાળકો વધુ જોવા મળે છે. રસ્તા પર ફુગ્ગા વેચવા કે કોઈક રમકડા કે ચકરડી કે બાળકોના પુસ્તકો વેચતા બાળકો મળી જતા હોય છે. ત્યારે બાળકોને તેમનું બાળપણ મળે અને શિક્ષણ થકી તેઓ પણ સમાજની મુખ્ય ધારામાં એક અલગ ચરિત્ર સાથે દેશનું નામ રોશન કરે એવા પ્રયાસો પણ થતાં હોય છે.
આ પણ વાંચો:આજે વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ, કોરોનાના કારણે બાળ શ્રમિકોની સંખ્યામાં 84 લાખની વૃદ્ધિ