નવસારી : નવસારી જિલ્લામાં ગત 7 થી 15 જુલાઈ અઠવાડિયા સુધી મેઘાએ બઘડાટી બોલાવી હતી. નવસારી સહિત ઉપરવાસમાં પડેલા સાંબેલાધાર વરસાદને કારણે જિલ્લાની કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં ત્રણવાર પૂરની સ્થિતિ બની હતી. જ્યારે 14-15 જુલાઈના રોજ ઘોડાપૂર આવતા નદી કિનારાના અનેક ગામડાઓ અને શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. પૂરના ધસમસતા પાણીને કારણે ઘણા રસ્તાઓ, પુલ તેમજ મકાનોને નુકશાન થયું હતું.
13 વિભાગો સાથે બેઠક - આ સ્થિતિના નિરીક્ષણ માટે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ - (Inter Ministerial Team of Disaster Management of Ministry of Home Affairs) હોમના જોઈન્ટ સેક્રેટરી સંજીવ સહેગલ સહિત ચાર સભ્યોની ટીમે બે દિવસ નવસારી જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક તંત્ર સાથે ફરી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ (Survey of flood damage in Navsari) કર્યુ હતું. સાથે જ તંત્રના જુદા-જુદા 13 વિભાગો સાથે બેઠક કરી સમીક્ષા (Centers Inter Ministerial Team visits Navsari to inspect flood damage) પણ કરી હતી.
પૂરની અસર ન હતી ત્યાં ફર્યાં અધિકારીઓ -ગત રોજ જિલ્લાના ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકાના પૂર પ્રભાવિત ગામડાઓમાં ટીમ ફરી હતી. જ્યારે આજે નવસારી શહેરના પૂર પ્રભાવિત વિસ્તારની કેન્દ્રીય ટીમ મુલાકાત કરવાની હતી. પરંતુ પૂર અસરગ્રસ્ત વિસ્તારને બદલે સીઓએ એમને જ્યાં પૂરની સ્થિતિ જ ન હતી, એવા વિસ્તારોમાં ફેરવ્યા હતાં. જેના કારણે ટીમ શહેરના દશેરા ટેકરી, ભેંસતખાડા, ગધેવાન મોહલ્લો, શાંતાદેવી રોડ, કે જ્યાં પૂરની સ્થિતિ હતી, ત્યાં પહોંચી જ શકી ન હતી. બાદમાં શહેરના મુખ્ય ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લઈ ( Inter Ministerial Team of Disaster Management of Ministry of Home Affairs ) ટીમ પરત ફરી હતી.