ગુજરાતે 2014ની ચૂંટણીની જેમ 2019ની ચૂંટણીમાં ભાજપને તમામ 26 બેઠકો ચરણે ધરી છે. છેલ્લા 3-4 દિવસથી સચિવાલયમાં એવી અટકળો ચાલી રહી હતી કે, ગુજરાતમાંથી 3 થી 4 સાંસદોને મંત્રી બનાવાશે. મોદી મંત્રીમંડળમાં ગુજરાતના જે 3 સાંસદોને મંત્રી બનાવાયા છે તેમાંથી માત્ર અમિત શાહ જ લોકસભાની ચૂંટણી લડ્યા છે. જ્યારે બાકીના 2 મંત્રી રાજ્યસભાના સાંસદ છે. આમ ગુજરાતના 26 સાંસદોમાંથી માત્ર 1ને જ મંત્રીપદ આપવામાં આવ્યું છે.
સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી જીતેલા સાંસદ, છતાં મંત્રી પદ માટે પડતા મુકાયા - Gujarati News
નવસારીઃ લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતમાંથી 3 સાંસદોને સ્થાન આપવામાં આવ્યુ છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કેબિનેટમાં લેવાયા છે. જ્યારે ગત સરકારમાં જે મંત્રીઓ હતા તેમાંથી મનસુખ માંડવીયા અને પુરૂષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. જ્યારે નવસારીના સાંસદને મંત્રી પદ માટે પડતા મુકાયા છે.
નવસારીના સાંસદ સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી (6,89,688) જીતેલા સાંસદ છે. તેઓ સતત 3જી વખત ચૂંટાયા છે. ભાજપના નેતાઓમાં ચર્ચા હતી કે, આ વખતે સી.આર.પાટીલને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી 1 સાંસદને મંત્રી બનાવાશે. પરંતુ ગુરુવારે કુલ 58 મંત્રીઓની શપથવિધિમાં ગુજરાતમાંથી કુલ 3 પંરતુ લોકસભાની ચૂંટણી લડ્યા હોય તેવા એક માત્ર સાંસદને મંત્રીપદ આપવામાં આવ્યું છે.
26માંથી 1 સાંસદને મંત્રીપદ અપાતા ગુજરાત ભાજપમાં અને સાંસદોમાં નિરાશા સાંપડી હતી. લોકોમાં પણ ઘણો ઉત્સાહ હતો. પરંતુ ગુજરાતના સાંસદોને ઓછું પ્રતિનિધિત્વ અપાયું હોવાની લાગણી પ્રબળ બની છે. લોકો મજાક કરી રહ્યાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે ગુજરાતના સાંસદોને ઠેંગો બતાવ્યો છે.