શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનામત માળખાની જરૂર પડતી હોય છે અને તેનાથી શહેરનો માળખાકીય વિકાસ થઇ શકે. પરંતુ નવસારી શહેરને નુંડા, ટ્વીન સીટી અને હદ વિસ્તરણ જેવું માળખું આપવાની વાત નેતાઓ દ્વારા કરવામાં આવી છે. પરંતુ આ વિશે વર્ષોથી બીબા ઢાળ માળખાનું અમલીકરણ ન થવાના કારણે વિરોધના વંટોળ શરૂ થયા છે.
નવસારીમાં બિલ્ડરોએ રેલી યોજી, કલેક્ટરને આવેદન આપી નુંડા હટાવાની કરી માગ - Builder
નવસારી: બિલ્ડર અને આર્કિટેક એસોસિએશન ક્રેડાઈ દ્વારા શહેરના લુંન્સીકુઈથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદન આપી નુંડા હટાવોની માંગ કરી હતી. તેમજ નવસારીના રીંગરોડને ઝડપથી ચાલુ કરવા અને રેલ્વે ઓવરબ્રીજ તાકીદે બનવવાની પણ માંગ કરી હતી.
નવસારીમાં બિલ્ડરોએ રેલી યોજીને કલેક્ટરને આવેદન આપી નુંડા હટાવાની કરી માંગ
નુંડાના માળખામાં પહેલા 99 ગામો હતા. જેમાંથી હવે 10 રહી ગયા છે. એમનું પણ અમલીકરણ થતું નથી. જેને લઈને શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે. જેને લઈને નવસારી શહેર બિલ્ડર અને આર્કિટેક એસોસિએશન ક્રેડાઈ દ્વારા શહેરના લુંન્સીકુઈથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદન આપી નુંડા હટાવોની માંગ કરી હતી.