ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણેશોત્સવની તૈયારી, મૂર્તિકારો અને ગણેશ મંડળો બંને ચિંતામાં - ગણેશોત્સવ

ગણેશોત્સવને હવે થોડા દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ગણેશ પ્રતિમાઓ વેચાશે કે કેમ એની ચિંતા મૂર્તિકારોને સતાવી રહી છે. જ્યારે માટીની ગણેશ પ્રતિમાની જેમ જ POPની પ્રતિમાઓના ભાવ પણ વધુ હોવાથી કોરોનાકાળમાં ગણેશ મંડળોના બજેટ પર પણ અસર જોવા મળી છે.

ગણેશોત્સવની તૈયારી, ગણેશ મૂર્તિકારો અને ગણેશ મંડળો બંને ચિંતામાં
ગણેશોત્સવની તૈયારી, ગણેશ મૂર્તિકારો અને ગણેશ મંડળો બંને ચિંતામાં

By

Published : Sep 2, 2021, 5:46 PM IST

  • સરકારે 4 ફૂટની ગણેશ પ્રતિમાના સ્થાપનની આપી છે છૂટ
  • ઓછા સમયમાં માટીની શ્રીજી પ્રતિમા બનાવવી મૂર્તિકારો માટે ચેલેન્જ
  • બંગાળની માટી અને અન્ય સમાન મોંઘો થતા શ્રીજી પ્રતિમાઓના ભાવ વધ્યા


નવસારીઃ કોરોનાકાળમાં દોઢ વર્ષ બાદ ગણેશોત્સવ ઉજવવા માટે નવસારીવાસીઓ થનગની રહ્યાં છે. જેમાં સરકારે આ વર્ષે ફક્ત ચાર ફૂટની ગણેશ પ્રતિમાઓના સ્થાપનની મંજૂરી આપતા, મોડે-મોડે ગણેશ મંડળો માટીની ગણેશ પ્રતિમાઓ બનાવડાવવા મૂર્તિકારો પાસે પહોંચી રહ્યાં છે. પરંતુ સમય ઓછો હોવાથી માટીની પ્રતિમા બનાવવું મૂર્તિકારો માટે ચેલેન્જ રૂપ બન્યું છે. સાથે જ બંગાળની માટી સહિત માલ સામાનના ભાવો વધતા મૂર્તિના ભાવ પણ વધ્યાં છે. ચાર ફૂટની ગણેશ પ્રતિમા અગાઉ 7 થી 8 હજારમાં મળતી હતી, એજ પ્રતિમા આજે 15 થી 16 હજાર કે ડિઝાઇન અલગ હોય તો એનાથી પણ મોંઘી બને છે. કલકત્તાથી માટી લાવવાનો ખર્ચ અને કારીગરોના પગાર સાથે જ જગ્યાનું ભાડુ પણ મોંઘુ પડતા મૂર્તિના ભાવો વધ્યા હોવાનું મૂર્તિકારો જણાવી રહ્યાં છે.

ઘરેણાં ગીરવે મૂકીને પ્રતિમા લાવ્યાં, વેચાશે કે કેમ એની ચિંતા
બીજી તરફ POPની પ્રતિમાઓ લાવી કે બનાવીને વેચતા મૂર્તિકારોની સ્થિતિ પણ કફોડી બની છે. કોરોનાને કારણે વધેલી મોંઘવારીએ મૂર્તિકારોને દેવામાં ડૂબાડી દીધાં છે. પોતાનાં ઘરેણાં ગીરવે મૂકીને પણ મૂર્તિકાર ગણેશ પ્રતિમા લાવી ધંધો કરી રહ્યાં છે. પરંતુ ગ્રાહક ઓછા ભાવે મૂર્તિ માગે છે અને ઝઘડો પણ કરે છે. ત્યારે ગણેશ પ્રતિમા વેચાશે કે કેમ એની ચિંતા મૂર્તિકારોને સતાવી રહી છે.

ગણેશોત્સવની તૈયારી, મૂર્તિકારો અને ગણેશ મંડળો બંને ચિંતામાં
મૂર્તિના ડબલ ભાવોને કારણે ગણેશ મંડળોના બજેટ ખોરવાયાગણેશોત્સવને હવે થોડા દિવસો બાકી છે, ત્યારે ગણેશ મંડળો પણ બાપાને આવકારવાની તૈયારીમાં મંડી પડ્યાં છે. પરંતુ મુખ્યત્વે ગણેશ પ્રતિમા સાથે જ ડેકોરેશનના સામાનના વધેલા ભાવને કારણે મંડળોના બજેટ પણ ખોરવાયાં છે. ઓછા સમયને કારણે મૂર્તિકારો ગણેશજીની પ્રતિમાઓ બનાવવામાં અસમર્થતા દર્શાવે છે, ત્યારે મંડળો POP ની ગણેશ પ્રતિમા લેવાની તૈયારી કરી રહ્યા છે. જોકે POP પ્રતિમા પણ મોંઘી હોવાથી મંડળો બજેટ મેનેજ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે ગણેશ વિસર્જન માટે પાલિકાએ હજી સુધી કૃત્રિમ તળાવ બનાવવાની તૈયારી કરી નથી. જેથી વિસર્જનને લઈને પણ ગણેશ મંડળોમાં ચિંતા જોવાઇ રહી છે.
ગણેશ પ્રતિમાઓ વેચાશે કે કેમ એની ચિંતા મૂર્તિકારોને સતાવી રહી છે.
તહેવારો પર કોરોનાનો ઓછાયોકોરોનાના કેસ ઘટ્યાં અને તહેવારો શરૂ થયાં છે. પરંતુ તહેવારો પર કોરોનાનો ઓછાયો જોવાઇ રહ્યો છે. જેને કારણે ગણેશોત્સવમાં મૂર્તિકારો મૂર્તિ કેવી રીતે વેચાશે એની, તો ગણેશ મંડળો ગણેશ પ્રતિમાની ખરીદીમાં બજેટને લઈને દ્વિધામાં મૂકાયા છે. આ પણ વાંચોઃ અમદાવાદ: ગણેશ ચતુર્થી છતાં મૂર્તિ બજારમાં કોરોનાનું ગ્રહણ, મૂર્તિઓનું વેચાણ ઘટ્યું

ABOUT THE AUTHOR

...view details