નવસારી : વિજલપોર શહેરના પારસી હોસ્પિટલ સામે પાલિકાએ વર્ષો અગાઉ બાજપાઈ શોપિંગ સેન્ટર બનાવાયુ હતુ. જેમાં નીચેની દુકાનોમાં મોટેભાગે હોટલ અને રેસ્ટોરન્ટ ચાલે છે. શોપિંગ સેન્ટરની દુકાનોના આગળ અને પાછળના ભાગે પાલિકાએ વાહનો પાર્ક કરી શકાય એ માટે પાર્કિંગ એરિયા રાખ્યો છે. પરંતુ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા દુકાનોની પાછળના પાર્કિંગ એરિયાએ પોતપોતાના રસોડા બનાવી અને આગળના ભાગમાં ટેબલ ખુરશી મૂકીને ગ્રાહકોને બેસાડીને દબાણ (Pushing of Vehicles to Park in Navsari) કરતા આવ્યા છે. જેથી આડેધડ પાર્કિંગને કારણે બાજપાઈ શોપિંગ સેન્ટર પાસે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે બાંધકામ થયુ હોવાના નગરસેવકોના આક્ષેપો
નગરપાલિકા વોર્ડ નંબર 13ના નગરસેવકો પ્રીતિ અમીન અને વિજય રાઠોડ દ્વારા આજે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવને મળીને બાજપાઈ શોપિંગ સેન્ટરના દબાણ (Bajpayee Shopping Center Push) મુદ્દે રજૂઆત કરી હતી. ભાજપી નગર સેવકો દ્વારા અગાઉ 4 વાર પાલિકામાં આવેદનપત્ર આપી બાજપાઈ શોપિંગ સેન્ટરના દબાણ દૂર કરવાની માંગણી કરી હતી. પરંતુ પાલિકા દ્વારા આંખ આડા કાન કરતા જિલ્લા કલેક્ટરને રાવ કરી, શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે બાંધકામ કરનારા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાયદાકીય (Complaint to BJP Collector in Navsari) કાર્યવાહી કરવાની માંગ કરી છે.