નવસારી : કોરોના વાઇરસનો તોડ હજી સુધી મેડીકલ ક્ષેત્રના નિષ્ણાતો શોધી શક્યા નથી. કોરોના વાઇરસ ડીએનએ પ્રકારનો હોવાનું તારણ મળ્યું છે, જયારે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી તેનું ઇન્ફેકશન લાગવાને કારણે તેનો ફેલાવો વધે છે. અત્યાર સુધીમાં કોરોઅના ત્રણ સ્તરે વધતો હોવાનું તારણ નીકળતા ભારત સરકારે 21 દિવસ સુધી દેશને તાળેબંધી કરી છે.
જોકે લોક ડાઉન દરમિયાન ગુજરાતના મોટા શહેરોમાં કોરોના હવે ત્રીજા સ્તરમાં પહોંચી રહ્યો હોય એવી સ્થિતિ બની છે, ત્યારે કોરોનાથી બચવા આરોગ્યના વિકસિત સાધનો સાથે જ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવારમાં જોડાયેલા ડોકટરો, નર્સ તેમજ આરોગ્ય કર્મીઓને કોરોનાના સંક્રમણથી બચાવવા પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટ ખુબ જ જરૂરી બન્યા છે. જોકે પર્યાપ્ત માત્રામાં પીપીઇ સુટ નહિ હોવાથી તેનું ઉત્પાદન યુદ્ધના ધોરણે કરવું જરૂરી બન્યુ છે.