નવસારીદિવાળીના તહેવારોમાં લોકો સાગા સંબંધીઓને ત્યાં જતા (Navsari Bus Service) હોય છે, ત્યારે ખાસ કરીને ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક એવા ભાઈબીજના દિવસે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનના ઘરે અથવા બહેન ભાઈના ઘરે જતી હોય છે. જેને લઈને આજના મોંઘવારીના જમાનામાં ટ્રાન્સપોર્ટ મોંઘુ પડતું હોય છે. ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ખાનગી બસ એજન્સીના સહયોગથી શહેરમાં શરૂ કરાયેલી સીટી બસમાં તમામ બહેનો માટે મફત પ્રવાસની જાહેરાત કરી હતી. (women Gifts in Navsari)
નગરપાલિકા દ્વારા ભેટ આપતા મહિલાઓમાં ખુશીનો માહોલ - women Gifts in Navsari
નવસારી નગરપાલિકા દ્વારા ભાઈબીજના (Bhai Dooj festival in Navsari) તહેવાર નિમિત્તે બહેનો ખાસ ભેટ આપવામાં આવી હતી. આ ભેટ આપતાની સાથએ બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. તો બીજી તરફ ભેટ આપનાર પણ ધણા ખુશ જોવા મળી રહ્યા હતા. (Navsari Free bus service women)
શહેરની બહેનોમાં ખુશીનો માહોલ નવસારીમાં ખાનગી બસ એજન્સી દ્વારા નિ:શુલ્ક પ્રવાસની જાણ થતાં બહેનનો મુખ પર મીઠુ હાસ્ય છલકાયું હતું. બસમાં બેથેલી બહેનોથી લઈને વૃદ્ધાઓએ પાલિકા અને એજન્સીને આભાક વ્યક્ત કર્યો હતો. જ્યારે એક પ્રવાસી બહેન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજના દિવસે જે ફ્રી સેવા આપવામાં આવી છે તેનાથી અમને ઘણો આનંદ થયો છે. (Bhai Dooj festival women in Navsari)
બહેનોને ભેટ આપીને એજન્સી ખુશ બસ એજન્સીના મેનેજર ચિંતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે ભાઈબીજનો તહેવારને લઈને તમામ મહિલાઓ બાળકો માટે અમે આજે નિશુલ્ક બસ સેવાની ભેટ આપી છે. જેને લઈને એજન્સીની ઘણી (Navsari Free bus service women) ખુશી થાય છે. ઉલ્લેખનીય છે કે, દિવાળી સાથે ભાઈબીજના તહેવારનું ખુબ મહત્વ હોય છે. ત્યારે આ પ્રકારની સેવાને લઈને મહિલાઓ ધણી ખુશી થતી નજર જોવા મળી હતી. આ ઉપરાંત રાજ્ય ધણા બધા એવા પ્રંસગો છે કે જેમાં મહિલાઓ માટે નિ:શુલ્ક બસ સેવા આપવામાં આવે છે. ત્યારે નવસારીમાં ભાઈબીજના તહેવાર નિમિતે શહેરની બહેનો માટે આ પ્રકારની ભેટ આપતા આનંદ જોવા મળ્યો હતો. (Bhai Dooj Bus service free in Navsari)