ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના કેસમાં ઘટાડો થતાં નમો કોવિડ કેર સેન્ટર કરાયું બંધ - corona update navsari

નવસારી જિલ્લામાં માર્ચ મહિનાથી કોરોનાના કેસ(Corona Case)માં થયેલા ધરખમ વધારાને જોતા જિલ્લા ભાજપ દ્વારા દાતાઓના સહયોગથી શરૂ કરાયેલું નમો કોવિડ કેર સેન્ટર(Namo covid Care Center), કોરોનાના કેસમાં ઘટાડો થતાં બંધ કરાયું છે. સેન્ટરમાં દાખલ થનારા 150 કોરોના દર્દીઓમાંથી 120 દર્દીઓ સાજા થઇ ઘરે ગયા છે. જ્યારે સારવાર દરમિયાન 12 કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.

કોરોનાના કેસમાં ઘટાડો થતાં નમો કોવિડ કેર સેન્ટર કરાયું બંધ
કોરોનાના કેસમાં ઘટાડો થતાં નમો કોવિડ કેર સેન્ટર કરાયું બંધ

By

Published : May 30, 2021, 10:47 AM IST

  • દાતાઓના સહયોગથી શરૂ કરાયું હતું કોવિડ કેર સેન્ટર
  • સેન્ટરમાં દાખલ થનારા 150 દર્દીઓમાંથી 120 દર્દીઓ સાજા થયા
  • સેન્ટરના 12 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો
  • નમો કોવિડ કેર સેન્ટર(Namo covid Care Center)માંથી ગંભીરાવસ્થામાં 17 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા

નવસારીઃ ફેબ્રુઆરી બાદ શરૂ થયેલી કોરોનાની બીજી લહેર દરમિયાન દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતાં જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલ્સ હાઉસફુલ થઈ હતી. જેથી દર્દીઓને સારવાર આપવા માટે જિલ્લા ભાજપ દ્વારા સેવાભાવી દાતાઓના સહયોગથી નવસારી પાલિકાના કોમન પ્લોટ નજીક બંધ પડેલા એચ.દિપક ડાયમંડ કંપનીના મકાનમાં નમો કોવિડ કેર સેન્ટર(Namo covid Care Center) શરૂ કર્યુ હતું.

કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતાં નમો કોવિડ કેર સેન્ટર કરાયું બંધ

આ પણ વાંચોઃનવસારીના નમો કોવિડ કેરમાંથી 7 કોરોના દર્દીઓને રજા અપાઇ

હવામાંથી ઓક્સિજન જનરેટ કરતો પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો

નવસારીના સાંસદ સી.આર.પાટીલ(MP CR Patil)ના પ્રયાસોથી સુરતની આર્સેલર મિત્તલ કંપની દ્વારા 30 દર્દીઓને ઓક્સિજન આપી શકાય એટલી ક્ષમતાનો હવામાંથી ઓક્સિજન જનરેટ કરતો પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો હતો.

કોરોનાના કેસમાં ઘટાડો થતાં નમો કોવિડ કેર સેન્ટર કરાયું બંધ

65 ટકા ઓક્સિજન લેવલે પહોંચેલા દર્દીઓને પણ સારવાર અર્થે દાખલ કરાયા

જ્યારે અન્ય દાતાઓએ બાય પેપ મશીન તેમજ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો પણ દાન કર્યા હતા. જેના કારણે નમો કોવિડ કેર સેન્ટરમાં 65 ટકા ઓક્સિજન લેવલે પહોંચેલા દર્દીઓને પણ સારવાર અર્થે દાખલ કરાયા હતા.

ગંભીર અવસ્થાના 17 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા

અંદાજે પોણા બે મહિનાના સમયગાળા દરમિયાન નમો કોવિડ કેર સેન્ટર(Namo covid Care Center)માં 150 કોરોના દર્દીઓ સારવાર અર્થે દાખલ થયા હતા. જેમાંથી ગંભીર અવસ્થાના 17 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતાં નમો કોવિડ કેર સેન્ટર કરાયું બંધ

સારવાર દરમિયાન 12 દર્દીઓએ જીવ પણ ગુમાવ્યો હતો

કોરોનાની સારવાર દરમિયાન 12 દર્દીઓએ જીવ પણ ગુમાવ્યો હતો. જો કે, 120 દર્દીઓ કોરોનાને હરાવી ઘરે જતા સંચાલકોમાં ખુશી જોવા મળી હતી.

કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતાં નમો કોવિડ કેર સેન્ટર કરાયું બંધ

એસ.એસ.અગ્રવાલ કોલેજ ગ્રુપ દ્વારા નર્સિંગ સ્ટાફ અને ભોજનની વ્યવસ્થા કરાઇ

જિલ્લા ભાજપ દ્વારા શરૂ કરાયેલા નમો કોવિડ કેર સેન્ટર(Namo covid Care Center)માં નવસારીની એસ.એસ.અગ્રવાલ કોલેજના નર્સિંગ ઇન્સ્ટિટ્યુટના સ્ટાફ અને તાલીમાર્થી નર્સ મળી 35 જણાનો સ્ટાફ કોરોના દર્દીઓની સેવામાં ખડે પગે રહ્યો હતો. જ્યારે કોલેજ દ્વારા કોરોના દર્દીઓ અને તેમના એક સગા માટે ચા-નાસ્તો અને બે ટંકના ભોજનની વ્યવસ્થા પણ નિ:શુલ્ક ગોઠવવામાં આવી હતી.

કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતાં નમો કોવિડ કેર સેન્ટર કરાયું બંધ

આ પણ વાંચોઃJCI દ્વારા કોવિડ સેન્ટરમાં ગીત સંગીતના માધ્યમથી દર્દીઓનો માનસિક તનાવ દૂર કરવા અનોખો પ્રયાસ

જરૂર પડશે તો ફરી શરૂ કરાશે નમો કોવિડ કેર સેન્ટર(Namo covid Care Center)

નમો કોવિડ કેર સેન્ટર(Namo covid Care Center) હાલ કોરોનાના દર્દીઓ નહીં હોવાને કારણે બંધ કરવામાં આવ્યુ છે. પરંતુ જો ફરી કોરોનાના કારણે સ્થિતિ વણસે તો સેન્ટરને ફરી શરૂ કરવાની તૈયારી સંચાલકોએ દર્શાવી છે.

ABOUT THE AUTHOR

...view details