- નર્સ મેઘા આચાર્ય આત્મહત્યા કેસમાં આરોપીઓને જેલ હવાલે કર્યો
- જો કે કામ મુદ્દે ત્રાસ આપનાર મેટ્રન અને ઓટી ઇન્ચાર્જ હજી પોલીસ પકડથી દૂર
- મેઘા તાબે ન થતા ડો.દુબેએ ઘરે પહોંચી અડપલા કરતા
નવસારી: નવસારી સિવિલ હોસ્પિટલની કોરોના વોરિયર્સ નર્સ મેઘા આચાર્યના આપઘાત પ્રકરણમાં પીડિતાની માતાએ ડો.અવિનાશ દુબે સામે વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે. જેમાં હોસ્પિટલના મેટ્રન તારા ગામીત અને ઓટી ઇન્ચાર્જ વનિતા પટેલ નાદુરસ્ત તબિયત હોવા છતા મૃતક મેઘાને રજા ન આપી, તેને અપમાનિત કરવા સાથે વધુ પડતુ કામ કરાવતા હતા. સાથે જ હોસ્પિટલના ઈન્ચાર્જ સિવિલ સર્જન ડો.અવિનાશ દુબે સાથે સંબંધ રાખવા બંને હેડ નર્સ દબાણ કરતી હતી.
ડો.દુબે તેને ઘરે જઇ શારીરીક અડપલા કરવાનો પ્રયત્ન કર્યો હતો
બીજી તરફ દબાણ છતા પણ પીડિતા તાબે ન થતા, ડો.દુબે તેના ઘર સુધી પહોંચ્યો હતો અને તેની સાથે અડપલા કર્યા હતા. જ્યાં પીડિતાની માતાએ પોતાની દીકરીનો બચાવ કરી, ડોક્ટરને ખખડાવીને ઘર બહાર કાઢી મુક્યો હતો. હોસ્પિટલની જ બે મહિલા નર્સો અને ઇન્ચાર્જ સિવિલ સર્જનના ત્રાસથી કંટાળેલી મેઘાએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી પીડિતાની માતાએ દીકરીને વહેલો ન્યાય મળે એવી માંગ કરી છે.