ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીઃ ગણદેવી તાલુકાના 33 ગામોને એલર્ટ કરાયા - NVS

નવસારીઃ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાત ભરમાં મેઘરાજા મન મૂકી વર્ષી રહ્યા છે. ત્યારે હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગણદેવી તાલુકાના 33 ગામોને એલર્ટ આપી તમામ ગામોના સરપંચોને તેમજ તલાટી કમ મંત્રીનો સંપર્ક સાંધી એલર્ટ કર્યા

By

Published : Jun 29, 2019, 9:29 PM IST

ગત રાત્રિથી નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા તેમજ ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની જીવાદોરી સમાન અંબિકા, કાવેરી તેમજ પુર્ણા નદીમાં નવા નીર આવવાની સાથે ગણદેવી તાલુકાની કાવેરી તેમજ અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થવાની શક્યતાને લઇ જિલ્લા કલેક્ટર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઇ ગણદેવી મામલતદાર દ્વાર ગણદેવી તાલુકાના 33 ગામોને એલર્ટ આપી તમામ ગામોના સરપંચોને તેમજ તલાટી કમ મંત્રીનો સંપર્ક સાંધી એલર્ટ કર્યા છે.

નવસારીઃ ગણદેવી તાલુકાના 33 ગામોને એલર્ટ કરાયા


છેલ્લા 24 કલાક દરમિયાન નવસારી જિલ્લામાં તાલુકા પ્રમાણે નોંધાયેલો કુલ વરસાદ તેમજ સીઝનના કુલ વરસાદના આંકડા

સવારે 8 વાગ્યા સુધીનો વરસાદના આંકડા

જલાલપોર : 67 MM
નવસારી : 104 MM
ગણદેવી : 97 MM
ચીખલી : 31 MM
વાંસદા : 13 MM
ખેરગામ : 77 MM
કુલ : 372 MM

સીઝનના કુલ વરસાદના આંકડા

જલાલપોર :162 MM
નવસારી :192 MM
ગણદેવી :226 MM
ચીખલી :88 MM
વાંસદા :57 MM
ખેરગામ :119 MM

કુલ : 844 MM

ABOUT THE AUTHOR

...view details