ઝડપની મજા મોતની સજા, બાઇક ઝાડ સાથે અથડાતા 3ના મોત - Navsari
નવસારી: જિલ્લાના બીલીમોરા નજીક અકસ્માત સર્જાતા બાઈક સવાર 3 યુવકોમાંથી 2 યુવકનાના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ત્રણેય યુવકો પૂરપાટ ઝડપે બાઈક હંકારી કોસ્ટલ હાઇવેથી બીલીમોરા આવતા બાઈક ઝાડ સાથે અથડાઈ હતી.
સ્પોટ ફોટો
ત્રણેય યુવકો વલસાડ તરફથી માલવણ થઈ પૂરપાટ વેગે બાઈક હંકારી કોસ્ટલ હાઇવેથી બીલીમોરા આવતા બાઈક ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડ અને બાઈક વચ્ચે થયેલા આ ગોઝારા અકસ્માતમાં બીલીમોરાના ત્રણેય યુવાનોના મોત થયા હતા. જ્યારે અકસ્માત અંગે ડુંગરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.