ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી જીઆઇડીસી નજીકના ઢાબા પાસેથી ગાંજા સાથે શખ્સ ઝડપાયો - navasari GIDC

કબીલપોર જીઆઇડીસી પાસે આવેલા પારસનાથ શોપિંગ સેન્ટરમાં આવેલા રાજસ્થાની સાગર ઢાબા પાસે એક વ્યક્તિ ગાંજો વેચી રહ્યો છે. નવસારી એસઓજી પોલીસની ટીમ નવસારી-બારડોલી માર્ગ પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ ગાંજો વેચી રહ્યો છે.

નવસારી જીઆઇડીસી નજીકના ઢાબા પાસેથી ગાંજા સાથે પકડાયો આધેડ
નવસારી જીઆઇડીસી નજીકના ઢાબા પાસેથી ગાંજા સાથે પકડાયો આધેડ

By

Published : Apr 1, 2021, 9:44 PM IST

  • રાજસ્થાની સાગર ઢાબામા રહેતો આધેડ વેચી રહ્યો હતો ગાંજો
  • નવસારી એસઓજી પોલીસે 119 ગ્રામ ગાંજો કર્યો કબ્જે
  • આરોપીને નવસારી ગ્રામ્ય પોલીસને સોંપ્યો

    નવસારી : નવસારીના કબીલપોર વિસ્તારમાં આવેલી જીઆઇડીસી નાકાની સામે આવેલી રાજસ્થાની સાગર ઢાબામાં રહીને પ્રતિબંધિત ગાંજો વેચતા રાજસ્થાનીને નવસારી એસઓજી પોલીસે બાતમીને આધારે 119 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા કરી ધરપકડ

નવસારી એસઓજી પોલીસની ટીમ નવસારી-બારડોલી માર્ગ પર પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કબીલપોર જીઆઇડીસી પાસે આવેલા પારસનાથ શોપિંગ સેન્ટરમાંં આવેલા રાજસ્થાની સાગર ઢાબા પાસે એક વ્યક્તિ ગાંજો વેચી રહ્યો છે. જેને આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ઢાબા પર કામ કરતો અને ત્યાં જ રહેતો મુળ રાજસ્થાનનો નારાયણસિંગ રાજપૂત ગાંજાની પડકી બનાવીને વેચતો હતો.

આ પણ વાંચોઃમોઢેરાથી 15 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ અન્ય 2 આરોપી ફરાર

1690 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો

આરોપી પાસેથી 1190 રૂપિયાની 119 ગ્રામ ગાંજા સાથે પ્લાસ્ટિકની કોથળીઓ, સ્ટેપલર અને પીન મળી આવી હતી. જેથી પોલીસે નારાયણસિંગનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. સાથે જ ગાંજો તેમજ 500 રૂપિયાનો મોબાઇલ ફોન મળી કુલ 1690 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી છે.

આ પણ વાંચોઃપોરબંદરમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details