ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 6 ના મોત - tempo

નવસારી: મહાલક્ષ્મી માતાજીના દર્શનેથી પરત ફરતા સુરતના 6 શ્રધ્ધાળુઓને નવસારી પાસે ગોજારો અકસ્માત નડ્યો હતો. આ મૃતકોમાં 5 મહિલાઓ અને એક વયોવદ્ધનો સમાવેશ થાય છે. નવસારી પાસેના રસ્તા પર રહેલા ટેમ્પોએ ટ્રાવેલર ટ્રકેને પાછળથી ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 10, 2019, 8:28 AM IST

મળતી માહિતી મુજબ, સુરતનું મહિલા મંડળ ચૈત્રી નવરાત્રીમાં મહારાષ્ટ્રના દહાણું ખાતે આવેલા મહાલક્ષ્મી માતાજીના દર્શને ગયા હતા. આ દરમિયાનમાં નવસારી પાસે ટેમ્પો ટ્રાવેલરને પંક્ચર પડ્યું હતું. જેને લઇને સાઇડ પર રાખેલા ટેમ્પો ટ્રાવેલરને પાછળથી ધડાકાભેર ટ્રકે ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 મહિલા સહિત એક વયોવૃદ્ધનું મોત નિપજ્યુ હતુ.

નવસારીના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત

અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધોને સારવાર અર્થે નવસારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન બે વૃદ્ધા અને એક વૃદ્ધનું મોત થયું હતું. અકસ્માત બાબતે નવસારી ગ્રામ્ય પોલીસે કેસ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details