તત્કાલીન સમય એ ભાગદોડવાળો બન્યો છે.લોકો સવારના ઉઠતાની સાથે કામના બોજા હેઠળ દબાઈ જતા હોય છે અને માનસિક તાણ અનુભવીને મનનો કાબુ ગુમાવી દેતા હોય છે. જે અર્થે 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિન નિમિતે કેન્દ્ર અને રાજ્ય સરકારે યોગ કરવાની આમ જનતાને આહવાન કરતા નવસારી જિલ્લાના 900 કેન્દ્રમાં 2 લાખથી વધુ લોકોએ યોગનો લાભ લીધો હતો.
5માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નવસારીના રામજી મંદિરના પટાંગણમાં કરાઈ - Gujarati News
નવસારીઃ ભારતના ઋષિમુનીઓ એ આપેલ અનમોલ ધરોહર યોગા છે.જેને વિશ્વએ સ્વીકાર્યું છે.ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નવસારીના રામજી મંદિરના પટાંગણમાં કરવામાં આવી હતી.
નવસારી ખાતે 5મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રામજી મંદિરના પટાંગણમાં કરવામાં આવી
જયારેનવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નવસારીના રામજી મંદિરના પટાંગણમાંકરવામાં આવી હતી અને આ પ્રસંગે નવસારીનાઘારાસભ્ય પીયુષ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ,રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી મંગુભાઈ પટેલ,જિલ્લા કલેકટર ,જિલ્લા વિકાસ અધિકારી સાથેવહીવટી તંત્રકર્મચારીઓ, પદાઅધિકારી તેમજ વિધાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ સાધના કરી હતી.