- મુંબઇથી વહાણ દરિયામાં માછીમારી કરવા ગયા બાદ ગુમ
- નવસારી-વિજલપોરના 4 ખલાસી સહિત કૃષ્ણપુર ગામનો ટંડેલ પણ ગુમ
- વહાણ માલિકે મુંબઇ ખાતે નોંધાવી ફરિયાદ
નવસારી: વિજલપોર-નવસારી શહેરના છાપરા વિસ્તારમાં રહેતા ચાર ખલાસીઓ કૃષ્ણપુરના ટંડેલ સાથે મુંબઇના જગવંદન વહાણમાં માછીમારી કરવા માટે ગયા હતા. જ્યાં ગત 27 નવેમ્બરની રાતે તેમનું વહાણ અરબ સાગરમાં ગુમ (ship missing in mumbai sea) થતા, નવસારીમાં તેમના પરિવારોમાં ચિંતા વ્યાપી છે. એક જ પરિવારના બે ભાઈઓ દરિયામાં ગયેલા વહાણ સાથે ગુમ (Navsari fishermen missing) થતા તેમની માતાની આંખો સુકાતી જ નથી. જયારે ગુમ થયેલા દિકરાઓ સુરક્ષિત પરત ફરે એવી આશા સેવી રહી છે. અને જણાવ્યુ હતુ કે ગત 27 નવેમ્બરની રાતે જગવંદન વહાણ દરિયામાં ગયા બાદ, બંનેએ પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી, પરંતુ ત્યારબાદ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.
28 નવેમ્બરે પરિવારે કરી હતી વાત
નવસારી જિલ્લાને 52 કિમીનો દરિયા કિનારો છે અને દરિયા કાંઠે રહેતા માછીમારો મુંબઇ અને સૌરાષ્ટ્રના ઓખા અને પોરબંદરના બંદરોએથી પોતાના વહાણ દરિયામાં ઉતારી મચ્છીમારી કરે છે. નવસારીના વહાણમાં ટંડેલ, જિલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી ખલાસીઓને માછીમારી માટે લઇ જતા હોય છે. જેમાં નવસારીના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામના બલવીર ટંડેલ નવસારી-વિજલપોર શહેરના છાપરા વિસ્તારમાં રહેતા અનિલ હળપતિ, તેના ભાઈ અમિત હળપતિ, શંકર હળપતિ અને નિમેશ હળપતિને પોતાની સાથે મુંબઇના જગવંદન વહાણ પર માછીમારી કરવા ખલાસી તરીકે લઇ ગયા હતા. શ્રાવણ મહિનામાં ગયેલા અનિલ અને અમિત ૧૫ દિવસે દરિયામાં મચ્છીમારી કરી બહાર આવતા અને પરિવારજનો સાથે વાત (missing fishermen contact to family) કરતા હતા.
દિકરાઓ ગુમ થતા પરિવારજનોની ચિંતા વધી