ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં કોરોના કેસમાં ઘટાડો, રવિવારે નોંધાયા માત્ર 48 નવા કેસ - 48 corona cases reported in navsari

રવિવારે નવસારીમાં કોરોનાના નવા 48 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 51 દર્દીઓ સારવાર મેળવીને સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રવિવારના રોજ સ્થાનિક તંત્રના ચોપડે કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી.

નવસારીમાં કોરોના કેસમાં ઘટાડો, રવિવારે નોંધાયા માત્ર 48 નવા કેસ
નવસારીમાં કોરોના કેસમાં ઘટાડો, રવિવારે નોંધાયા માત્ર 48 નવા કેસ

By

Published : May 23, 2021, 10:48 PM IST

  • જિલ્લામાં રવિવારે નવા 48 કોરોના પોઝિટિવ કેસ
  • નવસારીમાં રવિવારે 51 કોરોના દર્દીઓ થયા સાજા
  • કોરોનાને કારણે જિલ્લામાં રવિવારે એક પણ મોત નહીં

નવસારી: જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને હવે રોજ નોંધાતા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 50ની અંદર પહોંચી છે. રવિવારે નવસારી જિલ્લામાં વધુ 48 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 826 થઈ છે. જ્યારે રવિવારે આરોગ્ય વિભાગના ચોપડે એક પણ મોત નોંધાયું નથી.

નવસારીમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 5425 થઈ

નવસારી જિલ્લામાં ફેબ્રુઆરી બાદ રોકેટ ગતિએ વધેલા કોરોના કેસમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના કેસ ઘટીને 50થી 100ની વચ્ચે નોંધાઇ રહ્યા હતા, ત્યાં રવિવારે કોરોના કેસ 50ની અંદર પહોંચ્યા છે. જિલ્લામાં રવિવારે નવા 48 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 51 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જેથી જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 826 પર પહોંચી છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે રવિવારે કોરોનાથી એક પણ મોત નોંધાયું ન હતું.

ABOUT THE AUTHOR

...view details