ગુજરાત

gujarat

ETV Bharat / state

4.51 લાખના વિદેશી દારૂપકડાતા PSI સહિત હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ - Foreign liquor

નવસારી LCB પોલીસે બે દિવસ પૂર્વે 4.51 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી હતી. જેમાં ટાઉન પોલીસ મથકના ચારપુલ ચોકીના PSI અને હેડ કોન્સ્ટેબલની ફરજમાં બેદરકારી સામે આવતા નવસારી જિલ્લા પોલીસ વડાએ બંનેને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો.

4.51 લાખના વિદેશી દારૂપકડાતા PSI સહિત હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
4.51 લાખના વિદેશી દારૂપકડાતા PSI સહિત હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

By

Published : Dec 17, 2020, 7:29 AM IST

  • નવસારી LCBપોલીસે પકડ્યો લાખોનો દારૂ
  • વિદેશી દારૂ સાથે બુટલેગર હિરેનની ધરપકડ કરી વોન્ટેડ જાહેર કર્યો
  • બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ

નવસારીઃ નવસારી LCB પોલીસે બે દિવસ અગાઉ શહેરના છાપરા રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીના બુટલેગરના ઘરેથી 4.51 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે બુટલેગર હિરેન પટેલની ધરપકડ કરી હતી. જેમાં ટાઉન પોલીસ મથકના ચારપુલ ચોકીના PSI અને હેડ કોન્સ્ટેબલની ફરજમાં બેદરકારી સામે આવતા નવસારી જિલ્લા પોલીસ વડાએ બંનેને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો.

4.51 લાખના વિદેશી દારૂપકડાતા PSI સહિત હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

31 ડિસેમ્બરની પાર્ટીની તૈયારીના ભાગ રૂપે મંગાવાયો હતો દારૂ

નવસારી LCB પોલીસની ટીમ ગત 14 ડિસેમ્બરના રોજ નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, છાપરા રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા હિરેનકુમાર જયંતીલાલ પટેલના ઘરનાં છાપરામાં 31 ડિસેમ્બરની પાર્ટીને ધ્યાને રાખીને વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેને આધારે પોલીસે હિરેનના ઘરે છાપો મારી તપાસ કરતા, ઘરના છાપરામાંથી 4.51 લાખ રૂપિયાની વ્હીસ્કિની 192 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે આરોપી બુટલેગર હિરેન પટેલની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછ કરવામાં આવી

આરોપીની પૂછપરછમાં વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે રહેતો મનજી પટેલ ઉર્ફે મામા દારૂનો જથ્થો આપી ગયો હોવાનુ ખુલતા પોલીસે મનજીને વોન્ટેડ જાહેર કર્યો હતો. સાથે જ ઘટના સ્થળેથી 4.51 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે 2 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ્લે 4.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી.

PSI, હેડ કોન્સ્ટેબલ ઠર્યા બેદરકાર

નવસારીના છાપરા રોડ પાસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળતા, ટાઉન પોલીસ મથક અંતર્ગત ચારપુલ ચોકીના પીએસઆઇ પ્રકાશ વસાવા અને હેડ કોન્સ્ટેબલ અમિત સાવલી પ્રોહિબીશનની કામગીરી અટકાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જિલ્લા પોલીસ વડાને ધ્યાને આવ્યુ હતુ. જેથી પોતાની ફરજમાં બેદરકારી દાખવવાની સજા બદલ જિલ્લા પોલીસ વડાએ PSI પ્રકાશ વસાવા અને હેડ કોન્ટેબલ અમિત સાલવીને સસ્પેન્ડ કર્યા હતા. PSI અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

દારૂની હેરાફેરી અને પાર્ટીઓને લઇ પોલીસ એલર્ટ

વર્ષ 2020 કોરોનામાં પૂર્ણ થઇ રહ્યું છે, પરંતુ વર્ષના અંતે અને નવા વર્ષ 2021 ને આવકારવા 31 ડિસેમ્બરની પાર્ટીઓ થતી હોય છે અને આવી પાર્ટીઓમાં દારૂની મહેફિલ પણ મળતી હોય છે. જેથી જિલ્લામાં 31 ડિસેમ્બરને ધ્યાને રાખી પોલીસ એક્ટિવ થઇ છે. જેમાં વિદેશી દારૂની હેરાફેરી સાથે જ 31 ડિસેમ્બરની પાર્ટીઓને રોકવા પોલીસ સતર્ક બની છે.

ABOUT THE AUTHOR

...view details