- અકસ્માતમાં બાળકો સાથે 10 લોકો ઈજાગ્રસ્ત
- મધ્યપ્રદેશના મજૂરો રક્ષાબંધનના તહેવાર માટે વતન પરત જઇ રહ્યા હતા
- ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 લોકોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
નવસારી :રક્ષાબંધનના તહેવાર પર પોતાના ગામ પરત ફરી રહેલા મૂળ મધ્યપ્રદેશના મજૂરોની કાર નેશનલ હાઇવે નંબર 48 પર ખડસુપા ઓવરબ્રિજ પર અચાનક પાછળથી કાળ બનીને આવેલા અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે ચાલક, બાળકો સહિત 12 લોકોને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ 2 મહિલાના મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 લોકોને સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો :ખેડામાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બસ અડધી ચીરાઈ, 32ને ઈજા
પોતાના વતન જતા મજૂરોને નડ્યો અકસ્માત
મધ્યપ્રદેશના ઝાંબુવા જિલ્લાના નાથુસિંગ ભુરિયા અને તેમના સાથી મજૂરો ઘણા સમયથી નવસારી જિલ્લાના ચીખલી ખાતે પડાવ પર રહેતા હતા. આ દરમિયાન રક્ષાબંધન સહિતના તહેવારોને કારણે નાથુસિંગનો પરિવાર અને તેના સાથીઓ શુક્રવારે રાતે ચીખલીથી ઇકો કાર ભાડે કરી સુરત જવા નીકળ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના ખડસુપા ઓવરબ્રિજ પાસે રાતે અંદાજે 11:30 વાગ્યાના સુમારે કારમાં ટેક્નિકલ ખામી સર્જાતા ચાલકે કાર બ્રિજ પર ઉભી રાખી હતી અને ખામી શું છે એ જોવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી તેજ ગતિએ આવેલા કોઈ અજાણ્યા ભારે વાહને કારમાં પાછળથી ટક્કર મારતા કાર ચગદાઈ ગઈ હતી.