- વાંસદામાં રવિવાર અને સોમવારે સ્વૈચ્છિક લોકડાઉન
- બજારો અન્ય દિવસોએ સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
- ગામડાઓમાં ભરાતા હાટ બજારો પણ 21 દિવસો માટે બંધ કરાયા
નવસારીઃ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જ 68 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. જેમાં પણ શનિવારે વાંસદા તાલુકામાં જ 32 કોરોના પોઝિટિવ કેસો સામે આવતા અહીંના આગેવાનો સાથે પ્રજા પણ ચિંતિત બની છે.
આગેવાનોએ વેપારી મંડળો સાથે બેઠક કરી
કોરોનાના કેસ વધતા આગેવાનોએ વેપારી મંડળો સાથે બેઠક કરી, વાંસદામાં રવિ-સોમ સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન કરવું સાથે જ તાલુકાના ગામડાઓમાં ભરાતા હાટ બજારોને પણ 21 દિવસો માટે સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોઃ કોરોનાના વધતા કેસ વચ્ચે ડેડિપાડામાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન