- જિલ્લામાં 892 એક્ટિવ કેસ
- સોમવારે 50 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
- આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મૃત્યુ નહીં
નવસારીઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે અને જેને કારણે જિલ્લામાં હોમ આઇસોલેશન દર્દીઓ પણ વધી રહ્યા છે. નવસારીમાં આજે સોમવારે 125 લોકો કોરોના સંક્રમિત થતા, જિલ્લામાં કુલ 892 એક્ટિવ દર્દીઓ થયા છે અને તેઓ સારવાર હેઠળ છે. બીજી તરફ આજે સોમવારે 50 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. જયારે આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મોત નોંધાયું નથી.