- પટેલ પરિવાર અષ્ટગામ ગામે ગયો અને ચોર ચોરી કરી ગયા
- ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ચોરો ઘરમાં પ્રવેશ્યા હતા
- ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી
નવસારીઃ શહેરના કબીલપોર વિસ્તારમાં આવેલી શિવ નગર સોસાયટીમાં રહેતા પરેશ નાગરભાઇ પટેલ અને તેમના પત્ની જ્યોતિબેન રવિવારે બપોરે તેમના ગામ અષ્ટગામે ખેતીના કામ અર્થે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ બંગલાને કોઇ ચોરોએ નિશાન બનાવ્યું હતુ. બપોરના સમયનો લાભ લઇ ચોરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. જ્યાં નીચેના બેડરૂમના બે લાકડાના કબાટોને તોડીને લોકરમાં મુકેલા સોનાના દાગીના અને રોકડ મળી કુલ 1.27 લાખ રૂપિયાની ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થયા હતા.
નવસારી શહેરની શિવ નગર સોસાયટીમાં ધોળે દિવસે 1.27 લાખની ચોરી ઘરમાં પ્રવેશેલા ચોરોએ બેડરૂમમાં જઇ લાકડાના કબાટ તોડી દાગીના અને રોકડ ચોર્યા
પટેલ દંપતી સાંજે ઘરે પરત ફર્યા, ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો જોતા પ્રથમ તો તેમની દિકરી આવી હશે એવું જાણ્યુ હતું, પણ બેડરૂમમાં સામાન વેર-વિખેર જોતા તેમના હોશ ઉડી ગયા હતા. બાદમાં પરેશ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ચોરોનો પકડવા કવાયદ શરૂ કરી છે.
નવસારી શહેરની શિવ નગર સોસાયટીમાં ધોળે દિવસે 1.27 લાખની ચોરી સોસાયટીમાં સીસીટીવી કેમેરા, પણ મુખ્ય ગેટ નજીક જ કેમેરા નહી
શિવ નગર સોસાયટીમાં ચાર ગલીઓ છે અને તેમાં સીસીટીવી કેમેરાઓ પણ લગાવવામાં આવ્યા છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે, સોસાયટીના મુખ્ય ગેટ પાસે કે જ્યા પરેશ પટેલનો બંગલો આવ્યો છે, ત્યા સીસીટીવી લાગેલા ન હોવાનુ ફરીયાદીએ જણાવ્યુ હતું. સીસીટીવી ન હોવાના કારણે પોલીસને માટે મુશ્કેલ ભર્યું રહેશે.
કબીલપોરના શિવ નગરમાં ધોળે દિવસે 1.27 લાખની ચોરી