નવસારીઃ આ અંગે મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લામાંથી પસાર થતા હાઈવે અને જિલ્લાના આંતરિક માર્ગો પરથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે, પરંતુ રસ્તા પર પોલીસના હાથે પકડાઈ જવાની બીક હોય છે. આથી હવે બુટલેગરો દરિયાઈ માર્ગની જગ્યાએ નદીના માર્ગે હેરાફેરી કરતા થયા છે. ગુરુવારે બીલીમોરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને વિદેશી દારૂ આવતો હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે ગણદેવી તાલુકાના કાંઠાના પોન્સરી ગામમાં રહેતા કરસન બુધા પટેલને અંબિકા નદીના માર્ગેથી ઝડપી પાડ્યો હતો.
નવસારીઃ નદીમાં હોડી મારફતે દારૂની હેરફેર કરતો 1 આરોપી ઝડપાયો, 2 વૉન્ટેડ જાહેર - ગણદેવી તાલુકા
બુટલેગરો નદીના માર્ગે વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. બીલીમોરા પોલીસે બાતમીના આધારે ગણદેવી તાલુકાના પોન્સરી ગામેથી પસાર થતી અંબિકા નદીના કિનારેથી એક હોડીને ઊભી રાખી હતી. હોડીની તપાસ કરતા તેમાંથી રૂ. 56 હજારનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે દારૂ સાથે એક આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. જયારે વિદેશી દારૂ મંગાવનાર મેંધર ગામની મહિલા બુટલેગર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આ દારૂ મેંધર ગામમાં રહેતા બુટલેગર ભાનુ રાજુ પટેલને આપવાનો હતો. પોલીસે હોડીની તપાસ કરતા રૂ. 56 હજારનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે 504 બોટલ જપ્ત કરી છે. પોલીસે નાવડી ચલાવનારા પોંસરીના કરસન પટેલની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો પોન્સરીના જિગ્નેશ ઉર્ફે લાલુ અશોક પટેલે ભરાવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ, નાવડી અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે જિગ્નેશ પટેલ અને ભાનુ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.