નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં વધુ એક પ્રાણીનું મોત થતાં આ જંગલ સફારીના લોકાર્પણ માટે અનેક પ્રશ્નો ઉભા થયા છે. અહીં રાખવામાં આવેલા દેશ-વિદેશમાં પ્રાણીઓને અહીંનું વાતાવરણ અનુકુળ ન આવતા પ્રાણીઓના મોત થઇ રહ્યાં હોય તેમ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઝીબ્રા બિમાર હતું અને મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાનમાં જણાવી રહ્યું છે.
જંગલ સફારી પાર્કની બેદરકારી આવી સામે, વધુ એક પ્રાણીનું મોત - જંગલ સફારી પાર્ક
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં વધુ એક પ્રાણીનું મોત થતા જંગલ સફારીના લોકાર્પણ માટે અનેક પ્રશ્નો ઉભા થયા છે. અહીં રાખવામાં આવેલા દેશ-વિદેશમાં પ્રાણીઓને અહીંનું વાતાવરણ અનુકુળ ન આવતા પ્રાણીઓના મોત થઇ રહ્યાં હોય તેમ માનવામાં આવી રહ્યું છે.
જંગલ સફારી પાર્કમાં ઝીબ્રાનું મોત
ખાસ કરીને પર્યટકોના આકર્ષણ માટે જંગલ સફારી બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે અગાઉ પણ બે ઇમ્પાલાના મોત નિપજ્યા હતા. આ બાબતે સરદાર પટેલ જિયોલોજિકલ પાર્કના ડિરેક્ટર રામ રતન નારાએ મીડિયા સાથે વાતમાં જણાવ્યું હતું કે, આ ઝીબ્રા ત્રણ દિવસથી બિમાર હતું અને વાતાવરણની અસરને કારણે મોત થયું છે. જો કે, અન્ય પ્રાણીઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.