ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા ડેમની જળ સપાટી 121.70 મીટરે પહોંચી, 32,874 ક્યુસેક પાણીની નવી આવક - Narmada Dam

કેવડિયાઃ નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ અને મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર અને ૐકારેશ્વર ડેમના ત્રણ ટર્બાઈનો શરૂ થતા સરદાર સરોવરમાં પાણીની અવાક વધી છે. જેથી નર્મદા ડેમની જળરાશિની આવકમાં 32,874 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે. હવે ડેમની જળ સપાટી 121.70 મીટરે પહોંચી ગઈ છે.

ફાઈલ ફોટો

By

Published : Jul 22, 2019, 9:48 AM IST

સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમ સપાટીમાં વધારો નોંધાયો છે. 24 કલાકમાં 23 સેમીનો વધારો નોંધાયો છે, ગત રોજ ડેમની જળ સપાટી 121.47 મીટરે હતી. આજે સવારે ડેમની સપાટી 121.70 મીટર પર પહોંચી ગઈ હતી, ત્યારે ઉપરવાસમાંથી 32,874 કયીસેક પાણીની આવક થઈ છે. જેથી આવક વધીને 32874 ક્યુસેક થઇ જતા દર કલાકે બે સેમીનો વધારો નોંધાવા લાગ્યો હતો.

મહત્વનું છે કે, આગાઉ વરસાદના પ્રથમ રાઉન્ડમાં નર્મદા ડેમની સપાટી 121.11 સુધી પહોંચી હતી. આજે 121.70 મીટરે સૌથી વધુ સપાટી પર છે. હાલ ડેમમાં 1340 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. જેને લઈને નર્મદા મુખ્ય કેનાલ માર્ગે ગુજરાતમાં સિંચાઈ અને પીવા માટે 9207 ક્યુસેક પાણી ચાલતું હતું. જે વધારીને 12,272 ક્યુસેક કરી દેવામાં આવ્યું છે. નર્મદા બંધની કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગા વોટના 3 ટર્બાઈન હાલ ચાલે છે. જે 13,840 ક્યુસેક પાણી ખર્ચ કરીને 2363 મેગાવોટ જેટલું ઉત્પાદન કરે છે.

ABOUT THE AUTHOR

...view details