ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસી પર પડશે બોઝો, ટોલ પ્લાઝાનું કામ શરૂ - NMD

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને માથે વધુ એક બોજ પડશે. તિલકવાડાથી ગરુડેશ્વર આવતા ભાદરવા ગામ પાસે એક ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવશે. બંને બાજુ ફોર લેન બનાવવામાં આવી રહ્યો છે, જેનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે ત્યારે આગામી 6 મહિનામાં આ ટોલ પ્લાઝા ધમધમતું થઇ જશે. હાલ સુચિત ટેક્સ નક્કી કરાયો છે, જેમાં કારના 105 રુ., બસ અને ટ્રકના 205 રુ. અને ભારે વાહનોનો 260 રૂ. સુધીનો ટેક્સ રાખવામાં આવશે એવી શકયતાઓ છે. આ ટોલ પ્લાઝાના સંચાલનનું કામ સરકાર ખાનગી એજન્સીને સોંપી ટેક્સ વસુલ કરશે.

સ્પોટ ફોટો

By

Published : Apr 9, 2019, 9:30 PM IST

સરકારે ડભોઇથી ગરુડેશ્વર અને ગરુડેશ્વરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ફોરલેન રસ્તો બનાવ્યો છે. જયારે અંકલેશ્વરથી રાજપીપળા અને રાજપીપળાથી ગરુડેશ્વર થઇ કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અંદાજિત 450 કરોડથી વધુ ખર્ચ કર્યો છે, ત્યારે પબ્લિક પાસેથી પૈસા વસુલ કરવા સરકાર દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવશે.

ટોલ પ્લાઝા હાલ ભાદરવા ગામ પાસે બની રહ્યું છે જેનું કામ ચાલુ છે, ત્યારે અંકલેશ્વરથી રાજપીપળા સુધીમાં પણ બીજું ટોલ ટેક્સ બને એવી હાલ શક્યતા દેખાઈ રહી છે. સુરત ભરૂચ તરફથી આવતા પ્રવાસીઓ અને અમદાવાદ વડોદરાથી વાયા રાજપીપળા આવતા પ્રવાસીઓ માટે ટોલટેક્સ બનાવાશે, પરંતુ હાલ ભાદરવા પાસે ટોલટેક્સ નાકું બની રહ્યું છે. જેનો વડોદરા અમદાવાદથી વાયા તિલકવાડા થઇને આવતા પ્રવાસીઓને બોજ પડશે. બીજી બાજુ મહારાષ્ટ્રથી વાયા બોડેલી થઇ મધ્ય પ્રદેશ જવા વાળા વાહનોને પણ આ ટોલ પ્લાઝામાં ટેક્સ ભરીને જવું પડશે.

ઉલ્લેખનિય છે કે, ટોલ ટેક્સ નાકામાં સ્થાનિક જિલ્લાને મુક્તિ આપવામાં આવતી હોય છે. નર્મદા જિલ્લાને પણ આ ભાદરવા પાસે બનતા ટોલ નાકા પર ફ્રીમાં અવરજવર કરવા દેવામાં આવે એટલું જ નહિ બીજે જ્યાં પણ ટોલ નાકા બને ત્યાં નર્મદા જિલ્લા GJ 2ને ફ્રી રાખવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે.

ABOUT THE AUTHOR

...view details