નર્મદા: કાછીયાવાડ વિસ્તારના સમાજને ટ્રેક્ટર અને ગાડુ લઇને અવરજવર કરવી પડતી હોય છે, જે અવરજવરમાં પણ હવે મુશ્કેલી પડી રહી છે. તેવી જ રીતે આશાપુરી માતાના મંદિર પાસે બે કેસ પોઝિટિવ આવ્યા હતાં. જેના પગલે આ વિસ્તાર પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી સીલ કરી દીધો છે. કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતા મુખ્ય માર્ગ સિલ કરી દેતા સ્થાનિકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.
નર્મદાના રાજપીપળામાં મુખ્ય રસ્તો કન્ટેન્ટઝોનમાં બ્લોક થતા સ્થાનિકોને હાલાકી
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં હાલ કોરોનાનું સંક્રમણ શરૂ થયું છે. રાજપીપળાના કાછીયાવાડમાં જે કેસ પોઝિટિવ નોંધાયો તે પણ વડોદરામાં નોંધાયો અને સારવાર પણ વડોદરા જ લઇ રહ્યા છે. તેમનો પરિવાર અહીંયા છે જેમને હોમ કોરેન્ટાઇન કર્યું છે, પરંતુ આખો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યો છે. જેથી મુખ્ય માર્ગ સિલ કરતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
મુખ્ય રસ્તો કન્ટેન્ટઝોનમાં બ્લોક થતા સ્થાનિકોને હાલાકી
કાછીયાવાડથી આશાપુરી માતાાના બંને તરફનો રસ્તો બંધ કરી દેવાતા કાછીયાવાડ, આશાપુરીમાતા રોડ, સોનીવાડ, કુંભારવાડા ભોઈવાડ જેવા વિસ્તારને દૂધ અને શાકભાજી લેવા આ રસ્તો મુખ્ય હોય જેને બંધ કરી દેતા ખેડૂતો સહિત સ્થાનિકોને અવરજવર માટે મુશ્કેલી થાય છે.