નર્મદાઃ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કુલ 12 કેસો નોંધાયા જેમાં 10 લોકો સ્વસ્થ થઇ ગયા છે. માત્ર 2 જ લોકો સારવાર હેઠળ છે. ત્યારે જિલ્લો હાલ ઓરેન્જ ઝોનમાં છે. સરકારે ત્રીજું લોકડાઉન 17 મેં સુધી જાહેર કર્યુુ છે.
નર્મદા જિલ્લામાં વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરવા નિર્ણય કર્યો - District Collector Manoj Kothari
નર્મદા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કુલ 12 કેસ નોંધાયા છે. જેમાં 10 લોકો સ્વસ્થ થઇ ગયા છે, ત્યારે જિલ્લાના વેપારીઓએ નિર્ણય લીધો હતો કે, સવારે 8થી 12 સુધી જ દુકાનો ખુલ્લી રાખી સ્વયંભૂ લોકડાઉના નિયમને પાલન કરીશું.
સંક્રમણ વધવાની શક્યતા વધી જિલ્લાને ગ્રીનઝોનમાં લઇ જવા તંત્ર ખડે પગે સેવા કરે છે. ત્યારે કોઈપણ જિલ્લામાં શહેરમાં કેસો વધે છે એટલે વિવિધ વેપારી મંડળના પ્રમુખો ભેગા મળી જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી અને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહને મળી રજૂઆત કરી કે, સરકાર દ્વારા સવારે 7થી સાંજના 7 સુધી છૂટછાટ હોય. પણ અમે સ્વયંભૂ સવારે 8 થી 12 દુકાનો ખોલીશુ અને 12 વાગ્યા પછી એકદમ લોકડાઉનનો અમલ કરીશું.
આવી રજૂઆત કરતા તંત્રએ તેમના આ નિર્ણયને આવકારી સમય 12 વાગ્યાનો રાખ્યો છે. આ સાથે જેટલા પણ એસોસિયેશન છે તમામ ગ્રુપોમાં આ 12 વાગ્યા સુધી બંધનો મેસેજ છોડી પ્રમુખોએ કડક પાલનના હુકમો કાર્યા છે. જોકે રાજપીપળામાં 12 વાગ્યા પહેલાનો નજારો અને 12 વાગ્યા પછીનો નજારો અલગ અલગ છે. 12 ના ટકોરે વેપારીઓ સ્વયંભૂ બંધ કરી પોતાના ઘરમાં પુરાઈ જાય છે અને ક્યાંય નીકળતા નથી ખરા અર્થમાં લોકડાઉનની અસર જોવી હોય તો રાજપીપળામાં જોવા મળી રહી છે.