ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા જિલ્લામાં 3 હજાર આદિવાસી ખેડૂત પરિવારોને જમીન ખેડવાનો અધિકાર મળ્યો - narmada news today

નર્મદાઃ રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે નર્મદા જિલ્લામાં ફાર્મર્સ રાઇટ હેઠળ 3000 આદિવાસી પરિવારોને જમીન ખેડવાનો અધિકાર આપતા આદેશો જારી કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં ફોરેસ્ટ રાઇટ સહિતના આદિવાસીઓ માટેના કાયદાઓનું સંપૂર્ણ પાલન થાય તેવી માગણી કરતી જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારે આ રજૂઆત કરી છે.

જમીન ખેડવાનો અધિકાર

By

Published : Aug 10, 2019, 6:27 AM IST

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આદિવાસીઓએ તેમના વિસ્તારની જમીન પર કરેલા હકદાવા ગ્રામસભા કે ગ્રામપંચાયતે સ્તરે આ હકદાવા મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ, ત્યારબાદ તાલુકા અને જિલ્લા કક્ષાએ આ દાવાઓ રદ્દ કરવામાં આવ્યા હતા. વન અધિકાર હેઠળ આદિવાસીઓને તેમની જમીનનો ઉપયોગ કરવાનો હક આપવામાં આવે તેવી માગણી કરતી જાહેર હિતની રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. અરજદારોની રજૂઆત હતી કે જમીનો પરના દાવાઓની ખરાઇ કરવાનું કામ સરકારે ગીર(ગુજરાત ઇલોકોજીલક એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ફાઉન્ડેશનને સોંપ્યુ છે. ગીર ફાઉન્ડેશનની આ કામગીરીમાં 90 ટકાથી વધારે દાવાઓ ક્લીઅર થયા હતા.

રાજ્ય સરકારની રજૂઆત હતી કે ગીર ફાઉન્ડેશ દ્વારા ક્લીઅર કરવામાં આવેલા દાવાઓની જમીન પર ખેતી કરવાનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. આશરે 3000 પરિવારનો આ જમીનો ખેડવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અરજદારોની રજૂઆત છે કે જે આદિવાસી ખેડૂતોના દાવાઓ આંશિક મંજૂર થયા હોય તેમને ખેડવા માટે પૂરતી જમીન મળવી જોઇએ. આ ઉપરાંત ખેડૂતોને માત્ર જમીન ખેડવાના હક નહીં પરંતુ ખેતરની માલિકી પણ મળવી જોઇએ. જમીનમાલિકી સિવાય તે કૃષિવિષયક સરકારી યોજનાનો લાભ મેળવી શકતા નથી.

ABOUT THE AUTHOR

...view details