સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ રેલવેમાં પણ આવી શકે તે માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે ભૂમિપૂજન કર્યું હતું. જે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે પણ કામ મંથર ગતિએ ચાલતું હતું, જેના કારણે કેન્દ્રીય રેલવે વિભાગ નારાજ હતું. જેને લઈને દિલ્હીથી રેલવે પ્રધાન સુરેશ અંગાડી આવ્યા હતા અને રેલવેના અધિકારીઓને સાથે રાખી કેવડિયા આવ્યા હતા અને રેલવે સ્ટેશનનું કામ કેટલે પહોંચ્યું અને કામ કેમ ધીરે ચાલી રહ્યું છે તે તમામ મુદ્દે જાણકારી લીધી હતી. કામ ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. 2019માં આ રેલવે સ્ટેશન બની જાય તેવી તૈયારીઓ હતી. પરંતુ, જમીનોને સંપાદિત કરવામાં વિલંબિત થાય એટલે કામગીરી ઝડપથી વધારવા સૂચના આપી હતી.
કેવડિયાનું રેલવે કામ મંથર ગતિએ ચાલતા રેલવે પ્રધાન થયા નારાજ - રેલવે પ્રધાન
નર્મદાઃ કેન્દ્રિય રેલ્વે રાજય પ્રધાન સુરેશ સી.અંગાડી કેવડીયા કોલોની ખાતે બનતા વિશ્વનું પ્રથમ ઇકો અદ્યતન રેલવે લાઈનનું ચાલતું કામનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતાં. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી. રેલવે લાઈનનું ચાલતુ મંથર ગતિના કામથી પ્રધાન નારાજ થયા હતા અને કામગીરીમાં ઝડપ વધારવાની વાત કરી હતી. સાથે 31 ઓક્ટોબર 2020ના રેલવે સ્ટેશનનું ખાતમુહર્ત કરવા અને પ્રથમ ટ્રેન લાવવાની જાહેરાત રાજ્ય પ્રધાને કરી હતી. જેમની સાથે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, સાંસદ ગીતાબેન રાઠવા SOUના અધિકારીઓ, રેલવેના અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ચાંદોદથી કેવડિયા સુધીની રેલવે લાઈન 49.75 કિલોમીટરની છે જેને 663 કરોડના ખર્ચે બનાવવમાં આવી રહી છે. જેમાં ડભોઇથી ચાંદોદની લઇને બ્રોડ્ગ્રજ બનવાનું 18 કિલોમીટરની રેલવે લાઈનનું કામ છે. જૂન 2020માં પૂરું થઇ જશે જેમાં કુલ જમીન 41.4 હેકટર જોઈએ છે. જેમાં 15 હેકટર જમીન એકવર્ડ થઇ છે અને બાકીની જમીન લેવાની કાર્યવાહી ચાલુ છે. હાલમાં જે જમીન સંપાદન થઇ છે, જેના પર ટ્રેકનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જયારે ચાંદોદથી કેવડિયા કોલોની સુધીની રેલવે લાઈન કુલ 32 કિલોમીટરની છે. જેમાં કુલ 177 હેકટર જમીન જોઈએ છે, તેમાં હજુ 80 હેકટર જ જમીન સંપાદન થઈ છે. જેમાં 97 હેકટર જમીન ખાનગી વ્યક્તિનું છે. જેમાં 55 હેકટર માટે એવોર્ડ ડિક્લેર થઇ ગયો છે અને બાકી માટેનું કામગીરી ચાલી રહી છે, ત્યારે ખાસ અડચણ રેલવે લાઈનમાં એ છે કે હજુ જમીન નર્મદા જિલ્લાના અને વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ગામમાંથી રેલવે લાઈન જવાની છે.