હાલ નર્મદા બંધની જળ સપાટી 134.08 મીટરને પાર થઇ છે.હજુ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક હજુ ચાલુ છે. ત્યારે ડેમના 23 ગેટ 3.5 મીટર ખોલી 5,70,100 પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા બંધની જળ સપાટી 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરાશે - narmada dam
નર્મદા: જિલ્લામાં કેવડીયા નજીક નવાગામ ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ પર દરવાજા લગાવ્યા છે. તો દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મૌસમમાં પ્રથમ વખત ઐતિહાસિક સપાટીએ પહોંચી છે.
જ્યારે મેઈન કેનાલમાં 15,152 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આગામી 5 સપ્ટેમ્બર પહેલા નર્મદા બંધ 138.68મીટર સુધી ભરાઈ જશે તેવો આશાવાદ નર્મદા નિગમ ના અધિકારી પણ કરી રહ્યા છે. આ સપાટી વધારવામાં જે પણ સુરક્ષામાટે જાળવણી કરવાની છે. તેની કાળજી રાખવામાં આવી રહી છે.
આ બાબતે નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હાલ 134 મીટરની સપાટી નર્મદા બાંધે પાર કરી છે. અત્યાર સુધીની સૌથી સર્વોચ્ચ સપાટી છે. બંધને અને દરવાજાને કોઈ મુશ્કેલી ન થાય એ પ્રમાણે તમામ જરૂરી બાબતો એ ધ્યાનમાં રાખવામાં આવી છે.