ભરૂચઃ કોરોના વાઇરસને કારણે ચાલતા ચોથા તબક્કાના લોકડાઉન વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધની સપાટી 121.28 મીટરે પહોંચી છે. ઉનાળામાં આ સમયગાળા દરમિયાન આ સૌથી ઉંચી સપાટી છે. મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા જેમાંથી ડિસ્ચાજ પાણી સરદાર સરોવરમાં આવી રહ્યું છે, જેથી ડેમમાં 10776 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે
ગુજરાત માટે સારા સમાચાર, નર્મદા બંધની સપાટી 121.28 મીટરે પહોંચી - Narmada Dam
કોરોના વાઇરસને કારણે ચાલતા ચોથા તબક્કાના લોકડાઉન વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધની સપાટી 121.28 મીટરે પહોંચી છે. ઉનાળામાં આ સમયગાળા દરમિયાન આ સૌથી ઉંચી સપાટી છે. મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતા જેમાંથી ડિસ્ચાજ પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. જેથી ડેમમાં 10776 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.
ગુજરાત માટે સારા સમાચાર, નર્મદા બંધની સપાટી 121.28 મીટરે પહોંચી
ગુજરાત સહીત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પાણીની માંગ વધતા સૌની યોજના થકી નર્મદા બંધની મુખ્ય કેનાલમાં 6 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી થી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે. હાલ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે આ બાબતે તંત્ર એ જણાવ્યું કે ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે. નર્મદા બંધમાં 138.68 મીટર સુધી પાણી ભરાશે જેથી આ વર્ષે પાણીની તંગી નહીં પડે.