ગુજરાત

gujarat

ETV Bharat / state

અધધ... એક વર્ષમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ કરી આટલી કમાણી, દેશના તમામ સ્મારકને રાખ્યા પાછળ - નર્મદા સમાચાર

નર્મદા: જિલ્લાને વિશ્વ ફલક પર દર્શાવનાર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર પ્રવાસીઓની ભીડ જામી રહી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યૂની મુલાકાત લેવા આવી રહ્યાં છે. એક વર્ષ દરમિયાન 28,44,767 પ્રવાસીઓએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે. જેની સાથે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દેશમાં સૌથી વધુ કમાણી સ્મારક બની છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી

By

Published : Nov 5, 2019, 8:45 PM IST

વિશ્વની સૌથા ઉંચી પ્રતિમાએ એક વર્ષ દરમિયાન 75,39,14,128 રૂપિયાની આવક સરકારી ખજાનાને આપી છે. આ આવકની સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારકે દેશની તમામ પ્રસિદ્ધ સ્મારકોને પાછળ રાખી દીધી છે. સરદાર પટેલે પોતાની આવકમાં તાજમહાલને પણ પાછળ છોડી દીધો છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની કમાણીએ દેશની તમામ સ્મારકને પાછળ રાખી

આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે દ્વારા જાણવા મળ્યું કે, સૌથી વધુ પ્રવાસીઓ આ વર્ષે તાજમહેલની મુલાકાત લીધી છે. પરંતુ, પ્રવાસીઓની મુલાકાતમાં થયેલી આવકમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ તાજમહલને પણ પાછળ રાખી દીધો છે.

સર્વે મુજબ દેશના ટોપ 5 સ્મારકમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની આવક તમામ કરતાં વધુ જોવા મળી છે. એક વર્ષ દરમિયાન તાજમહેલે સરકારી ખજાનાને 56 કરોડ આપ્યા છે, જ્યારે તેની સરખામણીમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ 63 કરોડ રૂપિયા આપ્યા છે.

આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મુજબ 5 સ્મારકના આંકડા

સ્મારક આવક મુલાકાત
સ્ટેચ્યૂ ઓફ યુનિટી 75 કરોડ 28.44 લાખ
તાજ મહેલ 56 કરોડ 64.58 લાખ
આગરા ફોર્ટ 30.55 કરોડ 24.98 લાખ
કુતુબ મિનાર 23.46 કરોડ 29.23 લાખ
ફતેહપુર શિક્રી 19.04 કરોડ 12.63 લાખ
રેડ ફોર્ટ 16.17 કરોડ 31.79 લાખ

ABOUT THE AUTHOR

...view details