આમ તો માત્ર ખેતી કરી ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા અન્ય ખેડૂતો માટે નર્મદા જિલ્લાના રાજપરા ગામના પ્રગતિશીલ ખેડૂત એક ઉદાહરણ રૂપ છે. કારણ કે તેઓ ખેતી તો કરે છે પરંતુ ખેતીની સાથે-સાથે પશુપાલન કરી ગાય અને ભેંસો રાખી દૂધ ઉત્પાદન દ્વારા નાણાં કમાય છે. પરંતુ આ પશુઓના મળમૂત્રમાંથી છાણીયું ખાતર બનાવી ખેતીમાં પણ બમણી આવક ઉપરાંત જમીન પણ ફળદ્રુપ રાખે છે.
શરૂઆતમાં માત્ર 6 જાનવરોથી પશુપાલનની શરૂઆત કરનાર આ ખેડૂત પાસે આજે સરકારની 12 ગાય પશુ યોજના હેઠળ 50થી વધુ દૂધાળા પશુ છે અને દર માસે 1500 લીટર દૂધનું ઉત્પાદન કરી ગામમાં સારી એવી કમાણી કરી રહ્યા છે અને તેમની આર્થિક સ્થિતિ પણ સુધરી છે. લગભગ 30 માણસોને તેઓ રોજગાર પણ આપે છે. તેઓ અન્ય ખેડૂતોને પણ દૂધ ઉત્પાદનમાં આવવા પ્રેરણા આપે છે. સરકારની 12 પશુ યોજનાનો લાભ લઇ આજે જેવો દર અઠવાડિયે 40થી 45 હજારનું દૂધ ઉત્પાદન કરતા થયા છે. આજે સરકારની 12 ગાય પશુ યોજના આ રાજપરા ગામના ખેડૂતને સદ્ધર બનાવ્યા છે.
નાનકડા એવા ગામમાં સ્થાનિક દૂધ મંડળી છે અને આ દૂધ મંડળી દ્વારા દૂધ ભરૂચ મુકામે મોકલવામાં આવે છે. ત્યારે આ બંને દૂધ ઉત્પાદક મંડળીના પદાધિકારીઓ આ પ્રગતિશીલ ખેડૂતના દૂધ ઉત્પાદનની સરાહના કરે છે અને આ પ્રગતિશીલ ખેડૂતમાંથી પ્રેરણા લઇ આજ પ્રમાણેનું દૂધ ઉત્પાદન જિલ્લામાં વધુ થાય તેમ ઈચ્છી રહ્યા છે. કારણ કે જિલ્લામાં આવેલી દૂધ ધારા ડેરીના પશુ દાણ મારફતે આ ખેડૂત પશુઓને સારા પ્રકારનું દાણ ખવડાવે છે અને જેથી પશુઓ સારા પ્રમાણમાં દૂધ આપી રહ્યા છે. જેથી સરકાર યોજનાઓ સાથે દૂધ ધારા ડેરી પણ ખેડૂતોના ઉથ્થાનમાં સહભાગી બની રહી છે.