એક હજાર રૂપિયાની જગ્યાએ PDF ફાઈલમાં ગોટાળો કરી 1500 રૂપિયા કરી 500 લેખે બે ટિકિટમાં એક હજાર રૂપિયાનો વધારો કર્યો હોવાની સ્ટેચ્યુના મામલતદારે ફરિયાદ આપતા કેવડિયા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક કર્મચારીએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન એક્સપ્રેસ ટીકીટની કિમત રૂપિયા 1000 ની જગ્યાએ ટ્રાવેલ્સ એજન્સીએ ટિકિટ સ્કેન કરી જેની PDF બનાવી એડીટ કરી જ્યાં રૂપિયા 1000 લખેલા હતા. ત્યાં 1500 રૂપિયા લખી પ્રવાસીઓ પાસેથી 1500 ઉઘરાવ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ટીકીટ સાથે ચેડાં, વધુ ભાવ વસૂલાયા - attorney
નર્મદાઃ કેવડિયા સ્તિથ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે અને રોજના હજારો પ્રવસીઓ અહીં આવે છે. ત્યારે મુંબઈની એક ટ્રાવેલ્સ કંપની દ્વારા બે ગ્રાહકો સાથે ટિકિટમાં છેતરપિંડી થઈ હોવા બાબતે ફરિયાદ થઈ છે.
ટ્રાવેલ્સ કંપનીએ પ્રવાસીઓ સાથે 500 રૂપિયાનો છેતરપિંડી કરતી હતી. આમ સ્ટેચ્યુ પરથી આવા બે પ્રવાસીઓ મળી આવ્યા કે, જેમની ટિકટ 1500 રૂપિયાની હતી એટલે તેમને સ્ટેચ્યુના કર્મીઓએ વાત કરતા છેતરાયાની અનુભૂતિ કરી જેમને પુછાતા દિપક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની મુંબઈ સ્થિત એજન્સીએ બે પ્રવસીઓ સાથે 1500 ની ટીકીટ બનાવી 500 લેખે બે ટીકીટના રૂપિયા 1000ની પ્રવાસીઓ સાથેએ વિશ્વાસ ઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો.
હાલ વેકેશનનો માહોલ હોય મોટી સંખ્યામાં પબ્લિક આવતી હોય છે. આ પ્રકારની છેતરપિંડી કેટલા ગ્રાહકો સાથે થઇ છે, તે અંગેની તપાસ કેવડિયા પોલીસે સ્ટેચ્યુના મામલતદારની ફરિયાદના આધારે ગુનો નોંધી હાથ ધરી છે. જેની બીજા એજન્સીઓ પ્રવાસીઓ સાથે આવી છેતરપિંડી ન કરે તેના અંગે તપાસ કરતા અધિકારી DySP અચલ ત્યાગીએ જણાવ્યું કે, આ ગુનામાં વધૂતપાસ હાથ ધરી છે, અને અહીંની પોલીસ ટીમે મુંબઈ જઈને આગળની કાર્યવાહી કરીને ઈસમની ધરપકડ પણ કરશે.