- સરદાર પટેલની વિશાળ મૂર્તિને ક્રૂઝમાંથી નિહાળવાનો લ્હાવો
- લોકો ક્રૂઝ બોટની સફર સાથે માણી રહ્યાં છે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સૌંદર્ય
- દિવાળીના દિવસોમાં સહેલાણીઓ માટે ફેવરિટ બની ક્રૂઝ સફર
નર્મદાઃ વિશાળ વ્યક્તિત્વ ધરાવતા સરદાર વલ્લભ પટેલના મહાકાય સ્ટૅચ્યુના લોકાર્પણને ત્રણ વર્ષ વીતી ગયાં છે. આ ત્રણ વર્ષમાં આ વિશાળ પ્રતિમાને જોવા લાખો લોકો આવી ગયાં, પરંતુ આ વર્ષે આ વિશાળ પ્રતિમાને નિહાળવાનો મોકો કંઈક અલગ જ છે. હવે માત્ર રસ્તા પરથી કે હવાઈ માર્ગે જ નહીં, આ પ્રતિમા જળ માર્ગે પણ જોઈ શકાય છે. પાણીના પ્રતિબિંબમાંથી ઉભરતી આ પ્રતિમા જોવાનો લહાવો આ વર્ષે પ્રવાસીઓ મેળવી રહ્યાં છે.
સરદાર પટેલની વિશાળ મૂર્તિને ક્રૂઝમાંથી નિહાળવાનો લહાવો રાત્રિ દરમિયાન ક્રૂઝ બોટની મઝા માણવા ઉમટી રહ્યાં છે
તેનું મુખ્ય કારણ એ છે કે, ગત્ત 31 ઓક્ટોબરે અહીં ગોવાની એક ખાનગી કંપની દ્વારા ક્રૂઝ સેવા શરુ કરાઈ છે અને તેનું લોકાર્પણ વડા પ્રધાન મોદીએ કર્યું હતું, ત્યારે હવે આ ક્રૂઝમાં બેસી પ્રવાસીઓ અનેરો આનંદ મેળવી રહ્યાં છે અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ જિલ્લાની સરાહના પણ કરી રહ્યાં છે. આ સાથે પ્રવાસીઓ હવે રાત્રિ દરમિયાન ક્રૂઝ બોટની મઝા માણવા ઉમટી રહ્યાં છે. ત્યારે શું છે ક્રૂઝ બોટ ખાસિયત એ ક્રૂઝના સંચાલક સાથે વાત કરી તેમની પાસેથી જાણ્યું હતું.
લોકો ક્રૂઝ બોટની સફર સાથે માણી રહ્યાં છે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સૌંદર્ય રાત્રિનો લાઇટિંગનો નજારો
સાંજે રંગબેરંગી લાઇટિંગથી અહીં વાતાવરણ આહ્લાદક બની જાય છે. ખાસ તો દિવાળીના મીની વેકેશનમાં આજની પેઢીના બાળકોને ખાસ હિલસ્ટેશન કે અન્ય પ્રાકૃતિક સૌદર્ય ધરાવતી જગ્યાએ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. પરતું હાલ દિવાળી વેકેશનમાં ગુજરાત અને ગુજરાત બહાર ફરવા જતાં પ્રવાસીએા પણ અહીં આવે છે, ત્યારે અહીંની કારીગરી અને અદભુત કૌશલ્યને જોઇને દંગ રહી જાય છે. વળી આ વર્ષે જળ માર્ગે સરદારની આ વિશાળ પ્રતિમાને જોઈને પ્રવાસીઓ વિશેષ આનંદ પ્રાપ્ત કરી રહ્યાં છે.