ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીમાં પાણી અટકાવવા કરાયા પ્રયાસો, તંત્રની કામગીરી પર ઉઠ્યાં સવાલ - Guajrat

નર્મદાઃ જિલ્લામાં આવેલી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી વ્યૂઇંગમાં 29 જૂનના રોજ પાણી ટપકતું હતું. તેને હાલ પતરાથી ઢાંકી દેવામાં આવ્યું છે અને ગેલેરી પર પાણી ના ટપકે એ માટે કવાયત હાથ ધરી છે. તેમજ તંત્ર હાલ આ સમસ્યાના નિકાલ માટેના પ્રયાસો હાથ ધરી રહ્યું છે. ત્યારે તંત્રની કામગીરી પર રહીશો પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂહ ગેલેરીમાં પાણીની વાંછટ અટકાવવા પતરા મરાયા, તંત્રની કામગીરી ઉઠ્યાં સવાલ

By

Published : Jul 6, 2019, 11:09 AM IST

Updated : Jul 6, 2019, 12:03 PM IST

પર્વતની ગિરિમાળાઓ વચ્ચે આવેલા સાધુ બેટ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ 31 ઓક્ટોબર 2018ના રોજ થઈ થયું હતું. જેમાં 153 મીટર પર સરદાર પટેલની છાતીના ભાગે એક વ્યૂઇંગ ગેલેરી બનાવામાં આવી છે. જેમાંથી સાતપુડાની ગિરિમાળાઓ સ્પષ્ટ દેખાય છે. તો સામેની બાજુથી નર્મદા ડેમ નજરે પડે છે. આ વ્યૂઇંગ ગેલેરી જોવા માટે રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. 29 જૂનના રોજ પડેલા વરસાદમાં આ વ્યૂઇંગ ગેલેરીમાં પાણી ટપકતું હોવાનું બહાર આવ્યું હતું. 3000 કરોડના ખર્ચ છતાં તેમાં પાણી ટપકી રહ્યું છે. માટે તંત્રને સભાન બનાવવા રેઇનકોટ પહેરાવી તેમની બેદરકારી અંગે ધ્યાન દોર્યુ હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂહ ગેલેરીમાં પાણીની વાંછટ અટકાવવા પતરા મરાયા, તંત્રની કામગીરી ઉઠ્યાં સવાલ

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ CEO નિલેશ દુબેએ જણાવ્યું હતું કે, "નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદમાં જે પાણી ટપકતું હતું. જેને રોકવા માટે એલ.એન્ડ.ટી કંપનીના ઇજનેરોને બોલાવવામાં આવ્યા છે. જેમને આ બાબતે જરૂરી કામગીરી માટે જણાવ્યું છે. કોઈ ગંભીર પ્રશ્ન નથી પાણી હવે બિલકુલ ટપકતું નથી."

આમ, કરોડો ખર્ચે બનાવેલી પ્રતિમા પહેલા વરસાદે જ આવી સ્થિતિ છે તો આગળ શું થશે? જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે 5 મીટર જેટલી ઉંચી ગેલેરીની ઉપરના ભાગને અંદરથી પતરા મારીને હાલ પૂરતુું ઢાંકી દેવામાં આવ્યું છે. 3થી 4 ફુટના પતરા અંદરના ભાગેથી મારી પાણીની અંદર આવતી વાંછટ રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, પતરા અંદરની બાજુએથી મરાતા બહારથી ડિઝાઇન ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે પ્રદર્શન ગેલેરીમાં સ્ટેન્ડની છતના ભાગે પણ હાલ જરૂરની આંટા ભરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ તેનાથી તંત્રની બેદરકારી છૂપાવી શકાતી નથી. હજારો આદિવાસીઓના ઘર છીવનીને બનેલી આ પ્રતિમા એક્તાનું પ્રતિક ગણવામાં આવે છે. જેમાં પહેલા વરસાદથી જ ખામી સર્જાવા લાગી છે. જેને તંત્ર ચીલાચાલું કામગીરી કરી ઢાકવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ઉલ્લખેનીય છે કે, 3000 કરોડના ખર્ચે બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તો બની છે. જેના સમારકામમાં એલ એન્ડ ટી કંપનીને 627 કરોડ રૂપિયા આપ્યા છે ત્યારે આ 9 મહિનામાં એલ એન્ડ ટી કંપનીની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. હાલ તેમના ટેકનીશીયનોને બોલાવી આ પ્રશ્ન હાલ કરવાની કામગીરી તંત્રએ સોંપી છે.

Last Updated : Jul 6, 2019, 12:03 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details