ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યો 'શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ એવોર્ડ' - રાજીવકુમાર ગુપ્તા

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો છે, જે ગુજરાત અને સમગ્ર દેશ માટે એક ગૌરવ વધ્યું છે. પ્રવાસીઓમાં સ્ટેટ્યુ ઓફ યુનિટીની સતત વધતી જતી લોકપ્રિયતા અને કેવડિયાના સંકલિત વિકાસ સાથે તાજેતરમાં ઉમેરવામાં આવેલા વિવિધ આકર્ષણોને ધ્યાને લઈ તેની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

Statue of Unity got 'Best Tourist Attraction Award'
સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યો 'શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ એવોર્ડ'

By

Published : Feb 24, 2020, 12:30 PM IST

નર્મદાઃ આઉટલૂક ટ્રાવેલર એવોર્ડ એ પ્રવાસન ઉદ્યોગમાં સફળતાનું એક સીમાચિહ્ન ગણાય છે. જોઈન્ટ CEO નિલેશ દૂબેએ આ એવોર્ડ મેળવ્યો હતો. વડાપ્રધાનના હસ્તે 31 ઓક્ટોબર, 2018ના રોજ તેનું રાષ્ટ્રાર્પણ થયા પછી અત્યાર સુધીમાં 42 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.

તાજેતરમાં તેની આસપાસ વિવિધ પ્રવાસન આકર્ષણો જેવા કે, જંગલ સફારી, વિશ્વ વન, એકતા નર્સરી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ડાયનોસોર પાર્ક, આરોગ્ય વન, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, રીવર રાફ્ટીંગ, બોટીંગ, સાયકલીંગ, ખલવાણી ઈકો-ટુરીઝમ, ઝરવાણી ઈકો ટુરીઝમ વગેરેનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે કારણે કેવડિયા હવે ફેમિલી હોલિ-ડે ડેસ્ટીનેશન તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂક્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યો 'શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ એવોર્ડ'

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં વિશ્વ વિખ્યાત ટાઈમ મેગેઝીન દ્વારા સ્ટેચ્યું ઓફ યુનિટીની વિશ્વના 100 મહાન પ્રવાસન સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)દ્વારા તેને આઠ અજાયબીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે ગરમીમાં સ્ટેચ્યુ પરિસરમાં શેડ ઉભો કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યો 'શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ એવોર્ડ'

સરદાર સરોવર નર્મદા નિગમ લીમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ અંગેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને Outlook Traveller Awards 2020 મળ્યો છે. જે ગુજરાત માટે એક ગર્વની વાત છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યો 'શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ એવોર્ડ'

અત્રે પ્રવાસીઓ માટે વિશ્વકક્ષાની ઉચ્ચ ગુણવત્તાની શ્રેષ્ઠતમ સુવિધાઓ અમે ઉપલબ્ધ કરાવી છે. વિશાળ પ્રતિભા સરદાર સાહેબની વિરાટ પ્રતિમા આજે સમગ્ર વિશ્વમાં એકતાનું પ્રતિક બની ચુકી છે. આ એવોર્ડ એ વાતની સાક્ષી પુરે છે કે, પ્રતીમા સ્થળ આજે વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બની ચુકી છે. આ એવોર્ડ થકી સ્ટેચ્યુ ઓફ યુનિટીની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે

ABOUT THE AUTHOR

...view details