ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા ડેમમાં પાણીની સપાટી વધતા 30 ગેટનું સર્વિસિંગ, સરદાર સરોવરના ખોલાયા ગેટ - Gujarati News

નર્મદાઃ નર્મદા ડેમમાં પાણીનું તળ ઉનાળામાં ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. ડેમમાં હાલ 119.54 મીટર પાણીની સપાટી છે કે, જે સ્પીલ વેથી માત્ર 2.39 મીટર દૂર છે. હાલની સપાટી જોતા ચોમાસાની શરૂઆતમાં દરવાજા સુધી પાણી પહોંચવાની ધારણા છે.

પાણીની સપાટી વધતા 30 ગેટોનું સર્વિસિંગ, સરદાર સરોવરના ગેટ ખુલ્યા

By

Published : May 6, 2019, 8:58 PM IST

જેથી હાલ ડેમના દરવાજાની મેઇન્ટેનન્સ ચાલી રહ્યું છે. જેથી આવતા મહિનાથી ગેટ સુધી પાણી પહોંચશે જો પાણીની આવક વધુ રહે અને રુલ લેવલ પાર કરે તો ગેટ ખોલવામાં કોઈ તકલીફ ના પડે તે માટે હાલ મેઇન્ટેનન્સ ચાલી રહ્યું છે.આ ગેટ વર્ષ 1995 થી તૈયાર હતા.પરંતુ ઊંચાઈને લઈને વિલંબ થવાના કારણે 22 વર્ષ આ ગેટ બેસડાયા હતા. આજે એક ખાનગી કંપનીને આ સર્વિસિંગનો કોન્ટ્રાક આપવામાં આવ્યો છે.

પાણીની સપાટી વધતા 30 ગેટોનું સર્વિસિંગ, સરદાર સરોવરના ગેટ ખુલ્યા

આજે ભરઉનાળામાં ડેમમાં 1100 મિલ્યન ક્યુબિક મીટર પાણી હોવાથી ગુજરાતની જીવા દોરી ખરેખર જીવાદોરી ચાલુ વર્ષે સાબિત થશે. આગામી વર્ષે સારું ચોમાસુ થશે તો 135 મીટરથી વધુ સપાટી વધવાની શક્યતાઓ હાલ જણાઈ રહી છે અને જેને લઈને પાણીની આવક અચાનક વધતા નર્મદા ડેમ પોતાના રુલ લેવલ પાર કરી દે તો તાત્કાલિક નર્મદા ડેમના દરવાજા ખોલવા પડે જેથી દરવાજા સરળતાથી ખુલ્લા થઇ જાય અને ઝડપથી ખુલે જામ થાય નહિ એ માટે હાલ ગ્રીસ અને ઓઇલ વડે તમામ વિભાગનું સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે.

પાણીની સપાટી વધતા 30 ગેટોનું સર્વિસિંગ, સરદાર સરોવરના ગેટ ખુલ્યા

સરદાર સરોવર ના 30 ગેટોનું સર્વિસિંગ ચાલી રહ્યું છે. એક ગેટ 100 ટન વજન જેને ખુલતા એક કલાક જેટલો સમય લાગે છે. ખાનગી કંપની દ્વારા 25 કારીગરો મૂકી પહેલા 11 ગેટો સંપૂર્ણ ખુલ્લા કરી 30 ગેટોને ગ્રીસિંગ ઓઈલિંગ કરીને 20 દિવસમાં સર્વિસ કરવામાં આવશે. 20 દિવસની કામગીરીમાં 1500 કિલો ગ્રીસ વપરાશે, 100 લીટર ઓઇલ વપરાશે ત્યારે હાલ પ્રિમોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

પાણીની સપાટી વધતા 30 ગેટોનું સર્વિસિંગ, સરદાર સરોવરના ગેટ ખુલ્યા

ABOUT THE AUTHOR

...view details