નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષામાં મહિલા જવાનો પણ છે. દરમિયાન CISF જવાનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થાનો વિધિવત ચાર્જ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે CISFના ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા CISFના જવાનોના હવાલે, ઇન્ડક્સન સેરેમની યોજાઈ - CISF
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી હવે CISFના (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) જવાનો સંભાળશે. 17મી ઓગસ્ટના રોજ CISFના 270 જેટલા જવાનો કેવડિયા ખાતે હાજર થયાં હતાં, 24મી ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં CISFના જવાનોએ સુરક્ષા સંભાળી લીધી હતી. જેની ઇન્ડક્સન સેરેમની યોજાઈ હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં CISFના ઈન્ડક્સન સેરેમની કાર્યક્રમ પ્રસંગે નર્મદા કલેકટર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી CEO એમ. આર. કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રથમ સુરક્ષા નર્મદા પોલીસ, SRPના જવાનો કરતાં હતાં. UDSના સુરક્ષા જવાનો પણ સ્ટેચ્યૂ પરિસરમાં ફરજ બજાવતાં હતાં. હવે 1 સપ્ટેમ્બરથી CISFના 270 જવાનો વિવિધ પોઈન્ટ પર ફરજ બજાવશે અને સંપૂર્ણ જવાબદારી CISFની રહેશે. તેઓ AK47, ઇન્સાસ, અને પીસ્ટન ગનથી સુરક્ષા કરશે. કોઇ પણ વિસ્ફોટક પદાર્થ અને અન્ય ચીજોની તકેદારી માટે ત્રણ ડોગ સ્કવૉડ તહેનાત રહેશે.