નર્મદા :હાલ સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથક દ્વારા કુલ 27,326 મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. તો બીજી બાજુ નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 2571 મિલીયન ક્યૂબીક મીટર છે. મુખ્ય કેનાલમાં 10907 ક્યૂસેક પાણી છોડાય રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પર વીજ મથકો ચાલુ કરાયા, વિયર ડેમ ઓવર ફ્લો - Sardar Sarovar Narmada Dam
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 127.16 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 1200 મેગાવોટનાં તમામ 6 યૂનિટી શરૂ કરાતા હાલ રોજનું 5થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવામાં આવતા નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદામાં 40,000 ક્યૂસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝ વે ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ગરુડેશ્વર ખાતેનો વિયર ડેમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે, સરદાર સરોવર નર્મદા ડેમનું વધારાનું પાણી સંગ્રહ કરી વીજ ઉત્પાદ કરવા તેમજ પ્રવાસીઓ માટે બોટિંગ કરવા બનાવવામાં આવ્યો છે.
સરદાર સરોવર ડેમથી ગરુડેશ્વર વિયર ડેમનું 12 કિમીનું અંતર છે. આ 12 કિમી સરોવરમાં આવનારા દિવસોમાં પ્રવાસીઓ બોટિંગની મઝા માણી શકશે.